15 હજાર વૈજ્ઞાનિક, 200 કંપનીઓ, વર્ષમાં બનાવે છે વેક્સિનના 6 અબજ ડોઝ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-03 11:46:44
  • Views : 256
  • Modified Date : 2021-01-03 11:46:44

    હું હૈદરાબાદ ગયો હતો. સૌ પ્રથમ પહોંચ્યો શહેરથી લગભગ 40 કિલોમીટર દૂર જીનોમ વેલી, કારણ કે અહીં દેશની ત્રણ મોટી કંપનીઓએ કોરોનાની વેક્સિન બનાવી રહી છે. જેમાં ભારત બાયોટેક, બાયોલોજીકલ ઇ અને ઇન્ડિયન ઇમ્યુનોલોજિકલ્સ લિમિટેડ સામેલ છે.જીનોમ વેલીમાં પ્રવેશ કરવામાં કોઈ તકલીફ નથી, કારણ કે તેની વચ્ચેથી ગામમાં જવાનો રસ્તો પસાર થાય છે અને આખો દિવસ લોકોની અવાર-જવર રહે છે. પરંતુ અહીં મોટી- મોટી ફેકટરીઓમાં કોઈની એન્ટ્રી નથી.આમાંની એક ઈન્ડિયા બાયોટેક કંપનીમાં થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા હતા અને તેમણે કોવેક્સિનની ડેવલપમેન્ટ વિશે માહિતી લીધી હતી. ત્યારથી અહીં સુરક્ષા વધુ કડક બની છે. 600 વર્ગ કિલોમીટરથી પણ વધુ વિસ્તારમાં ફેલાયેલી આ વેલીને દેશનું સૌથી મોટુ લાઇફ સાયન્સ ક્લસ્ટર તરીકે ઓળખાય છે. જીનોમ વેલીનું નામ એશિયાના ટોપ લાઇફ સાયન્સ ક્લસ્ટરમાં સામેલ છે, કારણ કે અહીંથી 100થી વધુ દેશોમાં વેક્સિન મોકલવામાં આવે છે.

    જીનોમ વેલીને બનાવવા પાછળ ભારત બાયોટેકના એમડી ડો કૃષ્ણ એમ એલ્લાની વિચારશક્તિને માનવામાં આવે છે કે છે. તેમણે વર્ષ 1996માં તત્કાલીન મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુને બાયોટેક નોલેજ પાર્ક બનાવવા માટે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. આ પછી, આંધ્રપ્રદેશ ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન દ્વારા નોલેજ પાર્ક માટે જમીન લેવામાં આવી હતી.

    ભારત માટે આ એક સંપૂર્ણપણે નવો કોન્સેપ્ટ હતો, તેથી સરકારે પણ તેમાં સંપૂર્ણપણે રસ દાખવ્યો. ભારત બાયોટેકનો હિપેટાઇટિસ વેક્સિન પ્લાન્ટ જ સૌ પ્રથમ અહીં સ્થાપિત કરાયો હતો. ત્યાર બાદ ICICI નોલેજ પાર્ક અને અન્ય તમામ કંપનીઓ અહીં આવી અને પછી તેનું નામ જીનોમ વેલી રાખવામાં આવ્યું. આજે અહીં 100થી વધુ નોલેજ બેસ્ટ ઇન્ડસ્ટ્રીઝ છે.સૌ પ્રથમ હું ભારત બાયોટેક ફેક્ટરીની સામે પહોંચ્યો. સિક્યોરિટીએ કહ્યું કે આખો સ્ટાફ બસમાં આવે એ જાય છે. સ્ટાફ સિવાય ફક્ત તે જ લોકો અંદર જઇ શકે છે, જેમણે પહેલાથી પરવાનગી લઈ લીધી છે. આ સિવાય કોઈની પણ એન્ટ્રી નથી. ભારત બાયોટેકે જુલાઈથી નવેમ્બર સુધી કોવેક્સિન ડેવલપ કરી રહેલા પોતાના વૈજ્ઞાનિકોને ગેસ્ટ હાઉસમાં જ રોકયા હતા. વૈજ્ઞાનિકોએ ડિસેમ્બરથી ઘરે આવવા-જવાનું શરૂ કર્યું છે.જીનોમ વેલી શહેરથી ખૂબ દૂર છે, તેથી આખો સ્ટાફ કંપની બસમાં જ આવે અને જાય છે. ભારત બાયોટેકની થોડાજ દૂર બાયોલોજિકલ ઇ-ફેક્ટરી છે. અહીં પણ બહારના લોકોની એન્ટ્રી બંધ છે. જ્યારે મને એન્ટ્રી ગેટ પાસે કર્મચારીનું ફૂડ પેકેટ લઈ જતા જોયો ત્યારે મેં ત્યાં ઉભેલા ગાર્ડને પૂછ્યું, શું આ લોકો કોરોના વેક્સિનવાળી ટીમમાં સામેલ છે તો ગાર્ડે કહ્યું, બધા સ્ટાફના લોકો છે. ફૂડ પેકેટ બહારથી આવે છે.

Download Our B K News Today App



Related News