સી.આર.પાટીલ સાથે બેઠક બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 15 સભ્યોએ રાજીનામા આપી દીધા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-04-19 10:39:17
  • Views : 191
  • Modified Date : 2023-04-19 10:39:17

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 15 સભ્યોએ રાજીનામા આપી દીધા છે. ચેરમન અતુલ પંડિત સહિત 15 સભ્યોએ રાજીનામાં આપી દીધા છે. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં નારાજગીનો મામલો સામે આવતા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સમિતિના સભ્યો સાથે ગઈકાલે બેઠક કરી હતી.

ભાજપ પ્રદેશ કાર્યાલયમાં રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો સાથે સી.આર.પાટીલે ચર્ચા કરી હતી. પ્રદેશ પ્રમુખ સાથેની આ બેઠક બાદ સમિતિના તમામ સભ્યોએ રાજીનામા આપી દેતાં રાજકોટના રાજકારણને લઈને અનેક ચર્ચા ચાલી રહી છે.

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોની ટર્મ પાંચ વર્ષની હોય છે. જો કે આ ટર્મ શરૂ થયાના બે વર્ષમાં જ આ 15 સભ્યોના રાજીનામાં લઇ લેવામાં આવતાં રાજકોટના રાજકારણમાં અનેક ચર્ચાઓ થઇ રહી છે. એક ચર્ચા એવી પણ છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યકાળ દરમિયાન રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોની ટીમની રચના કરવામાં આવી હતી. આ આખી ટીમને આજે હટાવી દેવામાં આવતા રાજકોટનું રાજકારણ ગરમાયું છે.

Download Our B K News Today App



Related News