સુરતના કિમ નજીક 300-500 રૂપિયાની લ્હાયમાં 15ના જીવ લીધા, ડમ્પરના ડ્રાઈવરે બે હાથ જોડીને કહ્યું- મારાથી ભૂલ થઈ ગઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-19 14:13:48
  • Views : 723
  • Modified Date : 2021-01-19 14:13:48

સુરતના કિમ નજીક સૂતેલા 20 લોકો પર ડમ્પર ફરી વળતા 15 લોકોના મોત થયા હતા. આ 15 લોકોને ઘાટ ઉતારનાર ડમ્પર ચાલકે બે હાથ જોડીને મારી ભૂલ થઈ ગઈ હોવાની કબૂલાત કરી છે. જ્યારે તેણે 300થી 500 રૂપિયાની પગાર ઉપરાંતની વધુ કમાણીની લ્હાયમાં રેતી-કપચીનો ફેરો મારવા જતા અકસ્માત થયો હોવાનું પણ જણાવ્યું છે. હાલ તો પોલીસ ડ્રાઈવર ઈજાગ્રસ્ત હોવાથી સારવાર કરાવી રહી છે. જ્યારે ડ્રાઈવર દારૂ-ગાંજાના નશામાં હોવાની શંકાને લઈને રિપોર્ટ પણ કરાવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, રાત્રે પણ રેકી-કપચીની હેરફેર ચાલતી હોવાનો આ બોલતો પુરાવો છે. જેથી હવે જોવું રહ્યું કે પોલીસ ક્વોરીના માલિક સામે પણ કોઈ કાર્યવાહી કરે છે કે નહીં.


ડમ્પરના ડ્રાઈવર પુનાલાલ કેવટ (મૂળ રહે મધ્ય પ્રદેશ)એ જણાવ્યું હતું કે, અરેઠથી ખાલી ડમ્પર લઈને ઓલપાડ કપચી ભરવા માટે જતો હતો. દરમિયાન સામેથી આવતા શેરડી ભરેલા ટ્રેક્ટરની પાછળની લારી સાથે તેનું ડમ્પર અથડાયું અને પછી તેને કંઈ ખ્યાલ ન રહ્યો. બ્રેક પૂરતી મારી હોવા છતાં અકસ્માત સર્જાયો હતો. છેલ્લા પાંચ વર્ષથી ડમ્પર ચલાવી રહ્યો છે તેને જમણા હાથ અને માથાના ભાગે તથા ડાબા હાથમાં ઇજા પહોંચી છે. તેનો પરિવાર મધ્ય પ્રદેશમાં રહે છે અને દિવસે બે ફેરા માર્યા બાદ રાત્રે પણ એક ફેરો મારીને જમીને પછી ફરીથી ખાલી ડમ્પર લઈને ક્વોરી પર જતો અને ત્યાં સૂઈ જવાનો પ્લાન કર્યો હતો અને સવારે ડમ્પર ભરીને ફરીથી કપચી ખાલી કરવા માટે માટે જવાનો હતો.


પુના લાલ ડ્રાઈવરે જણાવ્યું હતું સમયના નામ 15 હજાર જેટલો ફિક્સ પગાર મળતો અને જેટલા એક્સ્ટ્રા ફેરા કરે તેનો વધારાનો પગાર મળતો હતો. એક્સ્ટ્રા ફેરા પેટ જેટલું અંતર હોય તે પ્રમાણે વધારાનો ચાર્જ મળતો હતો. જેમાં 300થી 500 રૂપિયા ફેરા દિઠ વધારા ન મળતા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, હાથ જોડીને ભૂલ થઈ ગઈ હોવાનું પુનાલાલે કહ્યું હતું, જોકે, માત્ર 300થી 500 રૂપિયાની કમાણીની લ્હાયમાં 15 લોકોને જીવ ખોવાનો વારો આવ્યો છે.

કીમ ચાર રસ્તાથી માંડવી તરફ પૂર ઝડપે ડમ્પર જતું હતું. ડમ્પરના ચાલકે માંડવી તરફથી શેરડી ભરેલા ટ્રેક્ટર કીમ ચાર રસ્તા તરફ આવતું હતું. તેની સાથે સામેથી અથડાવી દઈ રોડ સાઇડે આરસીસીની બોક્સ ડ્રેઇન ઉપર ચડાવી દીધી હતી. બોક્સ ડ્રેઈન ઉપર સૂતેલા શ્રમિકો પર ડમ્પર ફરી વળતા એક બાળક સહિત 12 મજૂરોના સ્થળ ઉપર જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. જ્યારે 5થી વધુ મજૂરોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે સારવાર દરમિયાન વધુ ત્રણના મોત થયા હતા.

બેકાબૂ બનેલા ડમ્પરે ચારથી પાંચ દુકાનોના શેડ પણ તોડી નાખ્યાં હતા. ટ્રેક્ટરને ટક્કર માર્યા બાદ ફૂટપાથ પર સૂતેલા શ્રમિકોને કચડ્યા બાદ ડમ્પર ચાલકે ફૂટપાથ કૂદાવી પાછળની તરફ આવેલી દુકાનો સાથે ભટકાવી દીધું હતું. જેને પગલે પાંચેક જેટલી દુકાનોના શેડ તૂટી ગયા હતા.

15 શ્રમિકોને કચડી માર્યા બાદ ડમ્પરના ચાલકે 5 જેટલી દુકાનોને પણ અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં ટ્રકના ચાલક અને ક્લિનરને પણ ઈજા પહોંચી છે. જેમની પણ હાલ સારવાર ચાલી રહી છે. સારવાર બાદ પોલીસ બંનેની પૂછપરછ કરશે. અકસ્માત બાદ ડ્રાઈવર અને કંડક્ટર બોલવાની કે ચાલવાની પણ હાલતમાં ન હતા. જેના પગલે ડ્રાઈવર અને કંડક્ટર દારૂ અને ગાંજાના નશામાં હોવાની પોલીસને આશંકા છે. બંનેને સારવાર અને રિપોર્ટ માટે હોસ્પિટલ ખસેડ્યા છે અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.


Download Our B K News Today App



Related News