મનપાના બજેટમાં ૧૫ કરોડનો વધારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-05 10:56:48
  • Views : 261
  • Modified Date : 2021-02-05 10:56:48

ગાંધીનગર મહાનગર
પાલિકાનું સુધારેલું બજેટ ગતરોજ સ્થાયી સમિતિએ મૂક્યું હતું. જેમાં સુધારા સાથે ૧૫ કરોડ વધારી ૨૦૨૧-૨૨નું કુલ ૩૬૦ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ
ઉપરાંત નવા વિસ્તાર પેથાપુર
૫ કરોડના ખર્ચે લાયબ્રેરી, કોમ્યુનિટી હોલ બનાવામાં આવશે. તેમજ નવા વિસ્તારમાં ૬ કરોડની જાેગવાઈ પાયાની સુવિધાઓ માટે કરવામાં આવી છે. તેમજ કમિશનર દ્વારા રજૂ કરાયેલી ૨.૪ કરોડની બસ સ્ટેશનની જાેગવાઈ ફગાવી દેવામાં આવી હતી. ૨૦૨૧-૨૨ નું બજેટ અંદાજીત ૨૦ કરોડનું પુરાંતવાળું હશે. તેમજ સ્થાયી સમિતિ દ્વારા સમરસ હોસ્ટેલ બનાવવા અર્થે રૂપિયા ૧ કરોડની રકમની જાેગવાઈ કરી છે.
ગાંધીનગર મહાનગર
પાલિકા દ્વારા ગતરોજ સુધારેલું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં કોર્પોરેશનના કાયમી કર્મચારીઓને પ્રોત્સાહિત રોકડ પુરસ્કાર સહિત નવા વિસ્તારોમાં કરોડો રૂપિયાની જાેગવાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત આ વિસ્તારમાં સ્ટેશન બનાવવા માટે બે કરોડની જાેગવાઇ સ્થાયી સમિતિએ કરી હતી. ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તકના બગીચાઓ અને નર્સરીઓ વિકસાવવા તેમજ નવીનીકરણ માટે રૂપિયા ૨૧ કરોડની જાેગવાઈ કરી છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અંદાજિત કુલ ૧૫૦ ટન જેટલો કચરો દૈનિક ઉપાડવાનું પ્લાનિંગ કરી આ બાબતે બજેટમાં રૂપિયા ૨૦૨૦ લાખની જાેગવાઈ કરવામાં આવી છે. પરિણામે ગાંધીનગર શહેર તથા નવા સમાવિસ્ત વિસ્તારોમાં સફાઈની સઘન વ્યવસ્થા ગોઠવાઈ જશે. રમતનું આધુનિકરણ તેમજ નવીનીકરણ કરી શકાય તે માટે રૂપિયા ૧૦૦ લાખની જાેગવાઈ અને નવીન બોર્ડ કચેરી બનાવવા અર્થે રૂપિયા ૨૫૦ લાખની રકમ તથા હયાત વોર્ડ કચેરીમાં જરૂરી સુધારા માટે
રૂપિયા ૧૦ લાખની જાેગવાઈ,  આ ઉપરાંત નવીન પે એન્ડ યુઝ ટોયલેટ અને જાહેર શૌચાલય બનાવવા અંગે રૂપિયા ૨૦ લાખની જાેગવાઈ કરવામાં આવી છે. શહેરની સગર્ભા મહિલાઓની વહેલી નોંધણી તથા પ્રસૂતા અને ધાત્રી માતાઓને આહાર અને બાળકોના સંપુર્ણ રસીકરણ તથા મચ્છરદાની સહાય માટે રૂપિયા ૩૦ લાખની જાેગવાઈ કરવામાં આવી છે.
કોરોનાની રસી ગાંધીનગરના તમામ નાગરિકોને સરળતાથી મળી રહે તે અર્થે માળખું ઉભું કરવા અર્થે રૂપિયા ૩૦ લાખની જાેગવાઈ તેમજ આકસ્મિક રોગચાળા સામે રાહત ખર્ચ જે અગાઉ રૂપિયા ૨૦ લાખ હતો તેને વધારી રૂપિયા ૫૦ લાખ કરવામાં આવ્યો. આરોગ્ય શાખા હસ્તકના અર્બન હેલ્થ સેન્ટરમાં ટેકનોલોજી મશીન માટે રૂપિયા ૨૦ લાખની જાેગવાઈ કરવામાં આવી અને જ્યારે પ્રસુતિગૃહના નવીનીકરણ માટે રૂપિયા ૯ લાખની જાેગવાઈ કરવામાં આવી છે. શહેરની પ્રાથમિક શાળાઓમાં જુનિયર કેજી તથા સિનિયર કેજી માટે ગ્રીન ક્લાસ રૂમ બનાવવા માટે સ્થાયી સમિતિ દ્વારા નવીન ૫ લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. મ્યુનિસિપલ કાઉન્સિલરઓની ગ્રાન્ટમાં રૂપિયા ૧ લાખનો વધારો કરવામાં આવ્યો. મહાનગર
પાલિકાના કાઉન્સિલરઓને હવે કુલ ૧૩.૫૦ લાખની ગ્રાન્ટ મળશે

Download Our B K News Today App



Related News