૧૦૦૦ને નોટિસ પાલનપુરમાં મિલ્કતવેરાના રૂપિયા ૧૫ કરોડ વસુલવાના બાકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-29 12:20:42
  • Views : 466
  • Modified Date : 2019-08-29 12:20:42

પાલનપુર નગરપાલિકામાં મિલ્કત વેરો ન ભરનારા
વેપારીઓ સામે પાલિકા તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. જે અંતર્ગત છેલ્લા બે માસમાં ૧૦૦૦ મિલ્કત ધારકોને નોટિસ અપાઇ છે. ચાલુ માસ સુધીમાં કુલ રૂપિયા ૪.૨૩ કરોડની વસુલાત કરાઇ છે. જોકે, હજુપણ રૂપિયા ૧૫ કરોડની વસુલાત બાકી હોઇ જો, સમય મર્યાદામાં નાણાં જમા કરાવવામાં નહી આવે તો મિલ્કતધારકો પાસેથી દંડકીય વ્યાજ લેવાશે તેમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.
પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં મિલ્કતો ધરાવતાં ધારકો પાસેથી નગરપાલિકા વાર્ષિક દરે મિલ્કત વેરો વસુલ કરે છે. જોકે, કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો સહિતના મિલ્કત ધારકો લાંબા સમયથી વેરો ભરપાઇ કરતા નથી. જેના કારણે પાલિકા પાસે વર્તમાન સમયે રૂપિયા ૧૫ કરોડની વસુલાત ચઢી ગઇ છે. આ નાણાં વસુલ કરવા માટે પાલિકા દ્વારા કામગીરી ચાલી રહી છે. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતુ કે,
પાલનપુરમાં ૫૪૦૦૦ ઉપરાંતના મિલ્કતધારકો નોંધાયા છે. જે પૈકી છેલ્લા બે માસમાં વેરો ભરપાઇ ન કરનારા ૧૦૦૦ જેટલા બાકીદરોને નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ વેરા વસુલાતની કામગીરી અંતર્ગત ચાલુ માસ સુધીમાં કુલ રૂપિયા ૪.૨૩ કરોડની વસુલાત કરાઇ છે.

Download Our B K News Today App



Related News