અમદાવાદમાં ઇસ્કોન મંદિર દ્વારા આ વર્ષે નવા રથ સાથે 14મી રથયાત્રાનું આયોજન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-20 15:32:00
  • Views : 95
  • Modified Date : 2023-06-20 15:32:00

દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજના દિવસે ઇસ્કોન મંદિર દ્વારા પશ્ચિમ અમદાવાદ વિસ્તારમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રા પૂર્વે ઇસ્કોન મંદિરમાં રથયાત્રાની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.પરંપરાગત રીતે રથયાત્રા પૂર્વ ઇસ્કોન મંદિરમાં 400 ભક્તો દ્વારા સફાઈ કરવામાં આવે છે જેને “ગુંડિચા માર્જન” ઉત્સવ કહેવામાં આવે છે. આ વર્ષે ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ તથા બહેન સુભદ્રાજી માટે નવો રથ તૈયાર કરવામાં આવ્યો છે.આ રથની લંબાઈ 22 ફૂટ છે જયારે તેની પહોળાઈ 10 ફૂટ છે અને આ રથ 20 ફૂટ ઉંચો છે. આ રથયાત્રામાં પ્રથમવાર આ રથનો ઉપયોગ કરવામાં આવશે.ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ તથા બહેન સુભદ્રાજી આજ રોજ નવા રથમાં બિરાજમાન થશે. ભગવાનના રથને વિવિધ જાતના રંગબેરંગી દેશી તથા વિદેશી ફૂલ દ્વારા સુશોભિત કરવામાં આવશે. તથા ભગવાન જગ્ગનાથ, ભાઈ બલરામ તથા બહેન સુભદ્રાજીને વૃંદાવનમાં તૈયાર કરવામાં આવેલ નવા વસ્ત્રોથી સુશોભિત કરવામાં આવશે.રથયાત્રા ચાલુ થાય તે પેહલા ભગવાનને 108થી પણ વધારે ભોગ અર્પણ કરવામાં આવશે અને ભગવાનની આરતી પછી વિધિવત રીતે ભગવાનની રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. સાંજે 4 કલાકે રથયાત્રા બિલેશ્વર મહાદેવથી નીકળી શ્યામલ ચાર રસ્તા, આનંદ નગર રોડ, પ્રેરણાતીર્થ દેરાસર, રામદેવનગરથી ઇસ્કોન મંદિર પહોંચશે.આ રથયાત્રામાં હજારોની સંખ્યામાં નગરજનો જોડાશે. રથયાત્રા દરમિયાન 400 કિલો ખીચડી તથા મગના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. સાથે સાથે 1000 કિલો બુંદી પ્રસાદ પણ વિતરણ કરવામાં આવશે.સમગ્ર રથયાત્રા દરમિયાન ઇસ્કોન મંદિરના ભક્તો દ્વારા મૃદંગ, કરતાલ, જેવા વાજીંત્રા સાથે કીર્તન કરવામાં આવશે. સાથે-સાથે ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય શ્રીમદ્ એ.સી.ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા લિખિત પુસ્તકોનું પણ વિતરણ કરવામાં આવશે.ઇસ્કોન મંદિરના ડિરેક્ટર ઓફ કૉમ્યૂનિકેશન હરેશ ગોવિંદ દાસે જણાવ્યું કે વર્ષમાં એક દિવસ સ્વયં ભગવાન મંદિરની બહાર નીકળીને નગરજનોને દર્શન આપવા માટે નીકળે છે. ઇસ્કોન મંદિર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા રથયાત્રા દરમિયાન કરવામાં આવી છે.રથયાત્રા બાદ રથયાત્રામાં જોડાયેલ દરેક ભક્તો તથા દર્શનાર્થીઓ માટે પ્રસાદ ભંડારની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર રથયાત્રા ઇસ્કોન મંદિરના પ્રમુખ કલાનાથ ચૈતન્ય દાસજીના નેતૃત્વમાં નીકળશે.

Download Our B K News Today App



Related News