વિઘ્ન વગર અમદાવાદની 145મી રથયાત્રા થઈ પૂર્ણ, મંદિરના પ્રાંગણમાં ભગવાનને કરવો પડશે રાતવાસો, કાલે મંદિરમાં થશે બિરાજમાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-02 14:06:49
  • Views : 188
  • Modified Date : 2022-07-02 14:06:49

 

ભગવાન જગન્નાથજીની 145 મી રથયાત્રાની પૂર્ણ
કોરોનાકાળના 2 વર્ષ બાદ આજે યોજયેલી  અમદાવાદની 145મી રથયાત્રા રંગેચંગે ઉજવાઇ પૂર્ણ થઈ છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાનો રથ નિજમંદિરે પહોંચી ગયો છે. હવે , મંદિરના પ્રાંગણમાં ભગવાનને રાતવાસો કરવો પડશે. આવતીકાલ શનિવારે ભગવાન જગન્નાથજી મંદિરમાં બિરાજમાન થશે. 

કોર્પોરેશનથી ભગવાન નીજ મંદિર તરફ જવા રવાના, મંદિર ભક્તો માટે બંધ

રથયાત્રા કોર્પોરેશનથી નીજ મંદિર તરફ જવા રવાના થઈ ચૂકી છે. તો રથયાત્રામાં સૌથી પહેલા ચાલતા ગજરાજ જમાલપુર પહોંચી ગયા છે, મંદિરમાં ભક્તો માટે પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. તેમજ ભગવાનની અર્ચના પૂજા અને નીજ મંદિરમાં વધામણાં કરવા  મહંત દિલીપદાસ મંદિરે પહોંચી ગયા છે.

ઘી કાંટા પહોંચ્યા રથ

અમદાવાદ રથયાત્રા 2022: ભગવાન જગન્નાથજીના રથ ઘી કાંટા પહોંચ્યા, થોડીવારમાં રથ પાનકોર નાકા પહોંચશે

શાહપુર ખાતે રથયાત્રામાં કેબિન પર સવાર 15થી 20 લોકો નીચે પટકાયા
નીજ મંદિર તરફ પ્રયાણ કરતાં રથયાત્રા શાહપુર પહોંચી છે. જ્યાં નાની દુર્ઘટના સર્જાઇ છે. એક કેબિન તૂટી પડતાં તેની પર સવાર 15થી 20 લોકો નીચે પટકાયા હતા. જેમાં નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. સમગ્ર મામલે કોઈ જાનહાનિ થઈ નથી. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અમદાવાદ પોલીસ ક્રમિશનરની હાજરીમાં આ બનાવ બન્યો હતો. ધડામ દઈને કેબિન નીચે પડતાં કેટલાક બાળકો હેબતાઈ ગયા હતા. બાદમાં હર્ષ સંઘવીએ ત્યાં જઈ બાળકોને શાંત પાડયા હતા અને રૂમાલથી મો લૂછી પોલીસને બાળકોની સાવચેતી રાખવા સૂચન કર્યું હતું

હર્ષ સંઘવી રથયાત્રામાં જોડાયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ગ્રુહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સતત રથયાત્રાની સુરક્ષાનું અપડેટ લઈ રહ્યા છે. ત્યારે હવે હર્ષ સંઘવી ખુદ ચાલતા ચાલતા રથયાત્રામાં જોડાયા છે. ભક્તિમાં લીન ભક્તોનું અભિવાદન પણ ઝીલી રહ્યા છે. 

દિલ્હી દરવાજા, ઘી કાંટા વિસ્તારમાં વરસાદ

રથયાત્રા દિલ્હી દરવાજા પહોંચતા જ ભક્તોએ જય જગન્નાથનો જય ઘોષ કર્યો હતો. દિલ્હી દરવાજા વિસ્તારમાં વરસાદના હળવા અમીછાંટણા પડ્યા હતા.

રથયાત્રા પ્રેમ દરવાજા પહોંચી

રથયાત્રા મોસાળ સરસપુરથી પરત ફરી પ્રેમ દરવાજા પહોંચી છે જ્યાં ભક્તોમાં અનેરો હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. ભક્તોએ અહી ભગવાનના ઓવારણા લઈ મગનો પ્રસાદ આરોગીઓ હતો.

અમદાવાદ પોલીસ કમિશનરે કર્યું મોનેટરીંગ
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા ધામધૂમ પૂર્વક યોજાઇ ત્યારે કોઇપણ પ્રકારની અનઇચ્છનિય ઘટના ન બને અને રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે અમદાવાદ પોલીસ તંત્ર ખડે પગે રહ્યું હતું  ત્યારે અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા સતત મોનેટરીંગ કરવામાં આવ્યું ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારમાં રથયાત્રાનું મોનીટરીંગ કરવામાં આવ્યું હતું.

રથયાત્રા મોસાળ સરસપુરથી પરત ફરી કાલુપર પહોંચી

રથયાત્રા મોસાળથી નીજ મંદિર તરફ પરત ફરી રહી છે. સરસપુરથી ભગવાનના રથ પહોંચ્યા કાલુપુર બ્રિજરોડની બંન્ને તરફ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. જગતના નાથ જ્યારે ખુદ દર્શન આપવા પધાર્યા છે ત્યારે તેનો દર્શનનો લ્હાવો લઈ ધન્ય થવા ભક્તો આતુર છે.ભગવાનના દર્શન કરવા કાલુપુર સર્કલ પર મોટી સંખ્યામાં ભક્તો હાજર છે.

 

Download Our B K News Today App



Related News