થરાદ તાલુકાના ૧૫૮૨ શિક્ષકોએ સજ્જતા સર્વક્ષણનો કર્યો બહિષ્કાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-25 13:07:58
  • Views : 317
  • Modified Date : 2021-08-25 13:07:58

     શિક્ષક સજ્જતા સર્વેક્ષણ-૨૦૨૧નું કલસ્ટર કક્ષાએ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લામાં આવેલ ૧૪ તાલુકાની ૨૩૮૨ પ્રાથમિક શાળાના શિક્ષકો અને મુખ્ય શિક્ષકો શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં ૨૨૮ કલસ્ટર ખાતે શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં ભાગ લીધો હતો જેમાં   થરાદ ખાતે ૧૫૯૬ પ્રાથમિક વિભાગના શિક્ષકો અને ૮૫ મુખ્ય શિક્ષકો કાર્યરત છે. જેમાં શિક્ષકોની ઓનલાઇન હાજરી પછી શિક્ષકોને ગુણવત્તાના મૂલ્યાંકન માટે તાલીમ આપ્યા પછી શિક્ષકોની મંગળવારે સજ્જતા કસોટી લેવાની શિક્ષણ વિભાગની જાહેરાત કરી હતી. જેમાં થરાદ ખાતે મોટાભાગે શિક્ષકો પરીક્ષા આપી નથી અને ગેરહાજર રહ્યા હતા જેમાં પ્રાથમિક શિક્ષકોમાં ફક્ત ૧૪ શિક્ષકોએ પરીક્ષા આપી હતી અને ૧૫૮૨ શિક્ષકો ગેરહાજર રહ્યા હતા અને મુખ્ય શિક્ષકો ફક્ત એક  મુખ્ય શિક્ષકે પરીક્ષા આપી હતી અને ૮૪ શિક્ષકો ગેરહાજર રહ્યા હતા અને આ પરીક્ષાનો વિરોધ દર્શાવ્યો હતો. જેમાં ઉલ્લેખનીય  છે કે શિક્ષકો સરકાર ના ઘણા બધા કાર્યક્રમમાં અગ્રેસર રહી સારી કામગીરી કરતા હોય છે જેમાં તેઓની ફરજ નિષ્ઠા અને કાર્યક્ષમતા પર શંકા કરવી તે ઉચિત પણ જણાતું નથી.

Download Our B K News Today App



Related News