બનાસકાંઠાના વરવાડિયા ગામે શંકાના આધારે યુવકનું અપહરણ કરી હત્યા કરતા 14 શખ્સોને આજીવનકેદની સજા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-28 13:59:41
  • Views : 14984
  • Modified Date : 2021-05-28 13:59:41

     બનાસકાંઠાના વરવાડીયા ગામેથી 2017માં એક યુવક લગ્ન કરવાના ઇરાદે યુવતીનું અપહરણ કરી ગયો હતો ,આ  કિસ્સામાં ડાલવાણા ગામના યુવક પર શંકા રાખી 14 શખ્સોએ સુરત નજીક બસમાંથી યુવકનું અપહરણ કરી હત્યા કરી હતી. જે કેસ પાલનપુરની એડીશનલ સેસન્સ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશે 14 આરોપીઓને આજીવન કેદની સજા અને પ્રત્યેકને રૂપિયા 21,000ના દંડ ફટકારતા કોર્ટ પરિસરમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે.

     2017 માં વડગામ તાલુકાના વરવાડીયા ગામની યુવતીનું કનુભાઇ વસરામભાઇ પરમાર અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. આ કિસ્સામાં યુવકના મામાના દીકરા ડાલવાણા ગામના કિરણ માનાભાઇ પરમાર પર શક રાખ્યો હતો. કિરણ સુરત ખાતે હોટલમાં નોકરી કરતો હોઇ તારીખ 14/08/2017 ના રોજ પાલનપુરથી સુરત બસમાં જઈ રહ્યો હતો. ત્યારે આરોપીઓએ તેનું લોકેશન મેળવી ટવેરા ગાડી ભાડે કરી તેનો પીંછો કર્યો હતો અને નયન રબારી સહિત પાંચ શખ્સોએ કિરણને વડોદરા મકરપુરા બસસ્ટેન્ડમાં બસમાંથી ઉતારી તેનું અપહરણ કરી વડોદરા વરણા વિસ્તારમાં આવેલી હોટલમાં લઇ જઇ લાકડી, ધોકા, પ્લાસ્ટીક પાઇપથી માર મારી હત્યા કરી દીધી હતી.જે અંગે લઈને મૃતકના ભાઇ દિનેશભાઇ પરમારે હત્યારાઓ સહિત 14 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.જેને લઈને પોલીસે આરોપીઓની અટકાયત કરી અને જેલના હવાલે કર્યા બાદ આ અંગેનો કેસ પાલનપુરની એડીશનલ કોર્ટમાં ચાલ્યો હતો જ્યાં છેલ્લા ત્રણ દિવસથી કેસ ની કાર્યવાહી ચલાવવામાં આવી રહી હતી. અને અંતે ન્યાયાધીશ એમ. આર. આસોડીયાએ સરકારી વકીલ દિપકભાઇ પુરોહિતની દલીલો, પુરાવાઓ , સાક્ષી પંચોની જુબાની સાંભળી 14 આરોપીઓને આઇપીસી કલમ 34, 302, 331, 342, 364 અને 120 (બી)ના ગૂનામાં આજીવન કેદ તેમજ દરેકને રૂપિયા 21,000 નો દંડનો હૂકમ કર્યો હતો.

 

આજીવન કેદના આરોપી .....

1.રમેશભાઇ ઉર્ફે મહેન્દ્રભાઇ વસાભાઇ પરમાર,

2.તળસીભાઇ જીવાભાઇ પરમાર,

3.બાબુભાઇ સવાભાઇ પરમાર,

4.ઇશ્વરભાઇ ભીખાભાઇ પરમાર,

5.અશોકભાઇ વસ્તાભાઇ પરમાર,

6.રમેશભાઇ ધરમાભાઇ પરમાર,

7.વીરાભાઇ અમરાભાઇ પરમાર,

8.અમુમીયા ઉર્ફે ઉમેદભાઇ પહાડખાન લોહાણી (રહે. આઠેય વરવાડીયા,

9.નયનભાઇ રવાભાઇ રબારી (રહે. વડોદરા,

10.વિજયસિંહ ધુડસિંહ પઢીયાર (રહે. અમદવાદ),

11.વિશ્વાસ હવાભાઇ રબારી (રહે. વડોદરા),

12.ઉમંગ રધુભાઇ દેસાઇ (રહે. વડોદરા),

13.મુકેશભાઇ વેરસીભાઇ રબારી (રહે. વડોદરા),

14.વિષ્ણુંભાઇ મફાભાઇ રબારી (રહે. અમદાવાદ)

Download Our B K News Today App



Related News