અમીરગઢના ૧૪ પૈકી ૧૦ જળાશયોમાં પાણી આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-14 12:06:08
  • Views : 919
  • Modified Date : 2019-08-14 12:06:08

અમીરગઢ તાલુકામાં સરેરાશ વરસાદ કરતા ૫૦ ટકા જેટલો વરસાદ ઓછો પડયો છે. પરંતુ છેલ્લાં ચાર પાંચ દિવસથી સર્જાયેલા વરસાદી માહોલ બાદ તાલુકાના ૧૪ પૈકી ૧૦ જળાશયોમાં વરસાદી પાણીનો આવરો થયો છે તેમ સિંચાઈ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.
   અમીરગઢ તાલુકામાં જિલ્લા પંચાયત લઘુસિંચાઈ યોજના અંતર્ગત બિનપીયત જમીન ધરાવતા ખેડૂતોને સિંચાઈ માટે પાણી પુરૂ પાડતા ૧૪ જળાશયો આવેલા છે. જે જળાશયોમાં હજી વરસાદ ૫૦ ટકા જેટલો ઓછો હોવાથી
પાણીનો સંગ્રહ ઓછો થયો છે. જે તમામ જળાશયો ભરાય તો આ જળાશયો ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થાય તેમ છે.
અમીરગઢ તાલુકો ડુંગરાળ અને આદિવાસી વિસ્તાર છે. જ્યારે આ તાલુકામાં ગતવર્ષે નહિવત વરસાદ રહેતા તેમજ ઉનાળામાં જળાશયો સહિત કુવા બોરના તળ ઉંડા જતા રહેવાના લીધે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને જળ સંકટ સર્જાતા ગ્રામીણ વિસ્તારની પ્રજા
પાણીના પ્રશ્નને લઈ પરેશાની વેઠી રહી હતી
તે ઉપરાંત ઉનાળામાં અને ચોમાસાના જુલાઈ માસના અંત સુધી તમામ જળાશયોના તળિયા દેખાઈ આવતા ખેડૂતો સહિત
પશુપાલકોમાં ચિંતા વધી હતી. ત્યારે ઓગસ્ટની શરૂઆતમાં વરસાદી માહોલ વચ્ચે નોંધપાત્ર વરસાદ પડતા લોકોમાં વરસાદની આશા બંધાઈ હતી અને જળાશયોમાં વરસાદી
પાણીનો આવરો આવ્યો હતો.
આ અંગે જિલ્લા પંચાયત લઘુસિંચાઈ વિભાગના સુત્રો એ જણાવ્યું હતું કે, અમીરગઢ તાલુકાના ૧૪ જળાશયો પૈકી ૧૦ જળાશયોમાં પાણી આવ્યું છે. જ્યારે ૪ જળાશયોમાં ભરચોમાસે નહીંવત પાણી આવતા આજે પણ ખેડૂત અને
પશુપાલકો માટે ચિંતા સમાન છે.

Download Our B K News Today App



Related News