અમીરગઢ તાલુકાના ૧૪માંથી ચાર ડેમો ઓવરફ્લો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-01 11:42:28
  • Views : 866
  • Modified Date : 2020-09-01 11:42:28

અમીરગઢ તાલુકામાં કુલ ૧૪ ડેમો છે. જે પૈકીના ૪ ડેમો ઓવરફ્લો થઈ જતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. આ ડેમો બિનપિયત જમીન ધરાવતા ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થતા હોય છે. તો વળી નજીકના કુવા-બોરના જળ સ્તરમાં પણ વધારો થતો હોવાથી ખેડૂતો માટે ખુશીની વાત સાબિત થઈ રહી છે. અમીરગઢ તાલુકામાં આજ સુધીમાં સિઝનનો કુલ ૩૩ ઇંચ ઉપરાંત વરસાદ નોંધાયો છે. જ્યારે રાજસ્થાન તેમજ ડુંગરાળ વિસ્તારમાં સારો એવો વરસાદ થતા બનાસ, કલેડી, બાલારામ સહિતની નદીમાં નોંધપાત્ર પાણીનો પ્રવાહ શરૂ થતા લોકોને જળ સંકટમાંથી મુક્તિ મળશે. જેથી તંત્રએ પણ રાહતનો દમ લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ તાલુકામાં આવેલા લઘુ સિંચાઈના ૧૪ ડેમોમાં વરસાદી પાણીનો સંગ્રહ થયા બાદ તે પાણીને કેનાલના માધ્યમથી બિન પિયત ધરાવતા ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. જેથી ખેડૂતોને શિયાળુ અને ઉનાળુ પાક લેવામાં સરળતા મળી રહે તેમ છે.

Download Our B K News Today App



Related News