ધાનેરામાં ડીપ્થેરીયાના ૧૪ કેસ ૪ ના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-14 11:19:06
  • Views : 416
  • Modified Date : 2019-10-14 11:19:06

ધાનેરા તાલુકામાં ડીપ્થેરીયાના સમાચાર બી.કે.ન્યૂઝ દૈનિકમાં આવતા આરોગ્ય વિભાગની ઉંઘ ઉડી જવા પામી છે અને તેને લઇને તપાસ હાથ ધરતા ૧૪ કેસ મળી આવ્યા છે. જેમાંથી ચાર બાળકોના મોત થયા છે. જ્યારે  બે બાળકો સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જેથી જિલ્લાનું આરોગ્ય તંત્ર તેમજ ગાંધીનગરથી પણ અધિકારીઓએ ધાનેરામાં ધામા નાંખ્યા છે અને આ ડીપ્થેરીયા બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે. અગાઉ જાન્યુઆરી ૨૦૧૯ માં પણ ડીપ્થેરીયાના કારણે દિયોદરમાં પણ ત્રણ બાળકોના મોત નિપજ્યા હતા.
ભારત સરકાર દ્વારા આરોગ્ય બાબતે સૌથી વધુ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.  ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગની કામગીરી ઉપર ડીપ્થેરીયાના કેસો બહાર આવતા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.  સરકાર દ્વારા કહેવામાં આવે છે કે  ડીપ્થેરીયા પણ નાબુદીના આરે છે ત્યારે ધાનેરા તાલુકામાં આ ડીપ્થેરીયાના કેસ બહાર આવતા આરોગ્ય વિભાગ સામે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.  આ અંગેના સમાચાર બી.કે.ન્યૂઝ દૈનિકમાં આવતા જ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. છેલ્લાં ત્રણ દિવસથી આરોગ્યની તાલુકાની તેમજ જિલ્લાની ટીમ પણ આ તપાસમાં લાગી જવા પામી છે. તપાસ કરતાં બીજા ડીપ્થેરીયાના ૭ કેસ મળી આવ્યા છે અને જેમાં વધુ ત્રણ બાળકોના મોત થયાના સમાચાર આવતા ગાંધીનગરની ટીમ પણ ધાનેરા ખાતે આવી પહોંચી હતી અને આરોગ્યના અધિકારી તેમજ કર્મચારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી.  છેલ્લાં બે મહિનાથી ધાનેરા તાલુકાના મોટા ભાગના લોકો વાયરલ ફીવરનો શિકાર બન્યા છે.  તેમાં પણ ડેન્ગયુનું પ્રમાણ વધતાં લોકોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ત્યારે બીજી તરફ ધાનેરા તાલુકાના સરાલ વીડ ગામે એક બાળકનું ડીપ્થેરીયાના કારણે મોત થતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયુ છે. આ ડીપ્થેરીયા રોગ બનાસકાંઠાના દિયોદર તાલુકાના ચિભડા ગામે જાન્યુઆરી ૨૦૧૯ માં જોવા મળ્યો હતો અને જેમાં ચિભડામાં બે બાળકોના મોત નિપજયા હતા. ત્યારે આ રોગ ફરીથી ધાનેરામાં જોવા મળતા તેમજ આરોગ્યની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા હાલમાં ૧૪ ડીપ્થેરીયાના કેસ બહાર આવ્યા છે. જેમાંથી ચાર બાળકોના મોત નિપજયા હોવાનું પણ આરોગ્ય વિભાગ દ્વારા સ્વીકારવામાં આવ્યુ છે. તેમજ બે બાળકો તો હાલ પણ હોÂસ્પટલમાં સારવાર અર્થે રાખવામાં આવ્યા છે. જ્યારે આઠ બાળકોને સારવાર આપ્યા પછી હાલ ઘરે સહી સલામત છે. પરંતુ આ બાબતે જો આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તો જિલ્લામાં મોટા પ્રમાણમાં કેસ બહાર આવવાની શક્યતાઓ જોવા મળી રહી છે.

Download Our B K News Today App



Related News