ડીસાના મુડેઠા ગામેથી ૧૪ જુગારીયા ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-19 12:30:36
  • Views : 595
  • Modified Date : 2019-08-19 12:30:36

પોલીસ અધિક્ષક પ્રદિપ સેજુલે બનાસકાંઠા પાલનપુર નાઓની પ્રોહી-જુગારની પ્રવૃત્તિ સદંતર બંધ કરવાની સુચના અન્વયે તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એચ.ચૌધરી  દિયોદર વિભાગ દિયોદર તથા સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર વાય.એમ.મીશ્રાના માર્ગદર્શન હેઠળ તથા એસ.વી.આહીર
પોલીસ સબ ઈન્સપેક્ટર તથા સાથેના પોલીસ સ્ટાફના માણસો  વીસાજી સગથાજી, ગૌતમભાઇ મુળજીભાઇ, દિલીપભાઇ છગનભાઇ, નટવરભાઇ રાજાભાઇ, રમેશભાઇ રાણભાઇ, જગદીશભાઇ સોમાભાઇ, અરજણભાઇ માનસુંગભાઇ, જ્યંતિજી પ્રતાપજી, હસમુખભાઇ ઇશ્વરભાઇનાઓ સાથે મુડેઠા સીમ વિસ્તારમાં પ્રોહી/જુગાર  લગત પેટ્રોલિંગમાં હતા  તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ નવિનભાઈ (સ્પે.સેલ)નાઓને બાતમી હકીકત મળેલ કે મુડેઠા ગામની સીમમાં વનાજી  બાબુજી રાઠોડ રહે-મુડેઠા
તા-ડીસાવાળો પોતાના ખેતરમાં ખુલ્લી જગ્યામાં પ્લાસ્ટીકના કંતાનથી ઉપરના ભાગે છત બનાવી તેની નીચે લાકડાના થાભલા સાથે એક ચાર્જીગ વાળી એલ.ઇ.ડી. લાઇટ લગાવી તેના અજવાળે ખુલ્લામાં ગંજીપાના વડે પૈસાની લેતી દેતી વડે હાર જીતનો જુગાર રમાડતો હોય જે હકીકત અમોને આપતા હકીકત વાળી જગ્યાએ રેડ કરતા (૧) વીનાજી રાઠોડ, (૨) જયેશભાઇ મોદી, (૩) વસંતભાઇ મોદી, (૪) મોહનભાઇ જોષી, (૫) જયેશભાઇ  મોદી, (૬) પ્રવિણભાઇ ગેલોતર (મોદી) (૭) વિનુંભા રાઠોડ (૮) દિલીપભાઇ મોદી (૯) જ્યંતીભાઇ મોદી (૧૦) ભાવેશભાઇ  પંડ્‌યા (૧૧) ભરતકુમાર પંડ્‌યા  (૧૨)  ચંન્દ્રકાંત  મોદી (૧૩) પરેશકુમાર મોદી તથા મુદ્દામાલ રોકડ રકમ રૂ-૨,૩૦,૯૦૦/- , મોબાઇલ નંગ-૧૨ જે કુલ કિ.રૂ ૩૮,૦૦૦/- , ચાર્જીંગ એલ.ઇ.ડી લાઇટ કી.રૂ-૫૦/-   એમ કુલ રૂ-૨,૬૮,૯૫૦/-નો મુદ્દામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Download Our B K News Today App



Related News