અમીરગઢ તાલુકાના ૧૪ ડેમો ખાલી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-28 11:10:13
  • Views : 483
  • Modified Date : 2019-07-28 11:10:13

અમીરગઢ તાલુકામાં ભર ચોમાસે વરસાદ વગર સિંચાઈના ડેમો ખાલી હોવાથી ખેડૂતો અને પશુપાલકોની ચિંતામાં વધારો થયો છે. જેના લીધે લોકો વરસાદની કાગ ડોળે રાહ જાઈ બેઠા છે.
અમીરગઢ તાલુકામાં લઘુસિંચાઈ યોજના તળે ૧૪ જેટલા ડેમો આવેલા છે. જે તમામ ડેમોમાં તંત્ર દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ કરી તેને બિનપિયત જમીન ધરાવતા ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવે છે. જોકે ભર ચોમાસે વરસાદ વગર નદી નાળા સહિત ડેમો ખાલી જણાતા ખેડૂતો સહિત પશુપાલકોની હાલત બગડી ગઈ છે.
નોંધ પાત્ર છેકે બિનપિયત તેમજ કેટલાંક પિયત જમીન ધરાવતા ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તેમાટે જિલ્લા
પંચાયત લઘુસિંચાઈ યોજના તળે તાલુકામાં ૧૪ જેટલા નાના મોટા જળાશયો બનાવેલા છે. જે તમામ જળાશયોમાં વરસાદી
પાણીનો તંત્ર દ્વારા સંગ્રહ કરી ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવતું હોવાથી તેમજ જળાશયોમાં પાણી ભરાતા
આજુબાજુના બોર, કુવાના
પાણી ના તળ ઉંચા આવતા હોવાથી આ જળાશયો ખેડૂતો માટે આશીર્વાદ સમાન માનવામાં આવી રહ્યા છે. જ્યારે તમામ જળાશયો જંગલ તેમજ ડુંગરાળ વિસ્તારમાં આવેલા હોવાથી વન્ય તેમજ પાલતું
પશુઓને સરળતાથી પાણી મળી રહે છે. પરંતુ  કમનસીબે ચાલુ વર્ષે જુલાઈ માસ પૂર્ણ થવા આવ્યો હોવા છતાં નહીંવત વરસાદના લીધે તમામ જળાશયો સહિત નદી, નાળાઓના તળિયા દેખાઈ આવતા ખેડૂત સહિત
પશુપાલકોની દયનીય હાલત થવા પામી છે.

Download Our B K News Today App



Related News