રાજ્યમાં ૨૪ કલાકમાં ૧૪૨ વ્યક્તિના મોત કોરોનાનો આતંક દિવસેને દિવસે વધ્યો ઃ ૧૩૮૦૪ કેસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-24 11:40:37
  • Views : 301
  • Modified Date : 2021-04-24 11:40:37

રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩ હજારથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે. તો બીજી તરફ મોતનો આંકડો પણ તમામ રેકોર્ડ તોડી રહ્યો છે. ત્યારે ચાર મહાનગરોમાં જાણે કે કોરોનાનો રાફડો ફાટ્યો હોય એમ કેસ મોટો ઉછાળો જાેવા મળી રહ્યો છે. ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતાં કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩,૮૦૪ નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર ૫,૬૧૮ લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૩,૬૧,૪૯૩ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જાે કે, રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને ૭૭.૩૦ ટકાએ પહોંચ્યો હતો. અત્યાર સુધીમાં ૯૨,૧૫,૩૧૦ વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને ૧૭,૮૬,૩૨૧ વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ ૧,૧૦,૦૧,૬૩૧ રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે ૬૦ વર્ષથી વધારે વયના તેમજ ૪૫-૬૦ વર્ષનાં કુલ ૫૭,૨૨૮ વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને ૭૬,૦૯૫ વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જાેવા મળી નથી. રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ ૧,૦૦,૧૨૮ એક્ટિવ દર્દી છે, જે પૈકી ૩૮૪ લોકો વેન્ટિલેટર પર છે અને ૯૯,૭૪૪ લોકો સ્ટેબલ છે. ૩,૬૧,૪૯૩ લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. ૬,૦૧૯ લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં ૨૧, સુરત કોર્પોરેશનમાં ૧૯, રાજકોટ કોર્પોરેશનમાં ૧૦, વડોદરા કોર્પોરેશનમાં ૧૦, જામનગર કોર્પોરેશનમાં ૯, ભાવનગર કોર્પોરેશનમાં ૪, ગાંધીનગર કોર્પોરેશનમાં ૧ અને જૂનાગઢ કોર્પોરેશનમાં ૨ દર્દીના મોત થયા છે. આ ઉપરાંત સુરતમાં ૨, મહેસાણામાં ૪, બનાસકાંઠામાં ૫, જામનગરમાં ૫, વડોદરામાં ૬, પાટણમાં ૨, ભાવનગરમાં ૪, ગાંધીનગરમાં ૨, દાહોદમાં ૧, જૂનાગઢમાં ૨, વલસાડમાં ૨, ભરૂચમાં ૩, મહિસાગરમાં ૧, રાજકોટમાં ૩, સુરેન્દ્રનગરમાં ૪, પંચમહાલમાં ૧, સાબરકાંઠામાં ૬, મોરબીમાં ૪, અમદાવાદમાં ૧, અરવલ્લીમાં ૧, છોટા ઉદેપુરમાં ૧, દેવભૂમિ દ્વારકામાં ૪ અને બોટાદમાં ૨ દર્દીઓના મોત થયા છે. આ સાથે રાજ્યમાં કુલ ૧૪૨ દર્દીઓના મોત થયા છે.

Download Our B K News Today App



Related News