ડીસા ગ્રામપંચાયતની ચૂંટણીમાં આજે સરપંચના 134 અને સભ્યોના 163 ફોર્મ ભરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-02 11:37:41
  • Views : 343
  • Modified Date : 2021-12-02 11:37:41

બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ડીસા તાલુકા માં ફોર્મ ભરવાના ત્રીજા દિવસે 134 ફોર્મ સરપંચ પદ માટે ભરાયા હતા જ્યારે વોર્ડ સભ્યો માટે પણ 163 ફોર્મ ભરાયા હતા.

 ડીસા તાલુકામાં 84 ગ્રામ પંચાયતોની જનરલ ચૂંટણી તેમજ ૮ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે.જેમાં ફોર્મ ભરવાના પ્રથમ દિવસે સરપંચ માટે 8 ફોર્મ ભરાયા હતા. જ્યારે મંગળવારે ફોર્મ ભરવાના બીજા દિવસે સરપંચ માટે કુલ ૫૧ ફોર્મ ભરીને આવ્યા હતા જ્યારે વોર્ડ સભ્યો માટે પણ 51 ફોર્મ અને આજે સરપંચ માટે 134 અને સભ્યો માટે 163 ફોર્મ રજિસ્ટર થયા હોવાનું ચૂંટણી સૂત્રો દ્વારા જણાવાયું હતું.ઉલ્લેખનીય છે કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 ડિસેમ્બર હોવાથી હજુ છેલ્લા દિવસોમાં મોટી સંખ્યામાં ફોર્મ ભરાશે તેવું દેખાઈ રહ્યું છે.

 

Download Our B K News Today App



Related News