યુક્રેન અને રશિયાના યુદ્ધ વચ્ચે બનાસકાંઠા જિલ્લાના 13 વિદ્યાર્થીઓ ફસાયા : પરિવારમાં ચિંતાનો માહોલ સર્જાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-02-26 12:04:46
  • Views : 303
  • Modified Date : 2022-02-26 12:04:46

યુક્રેન અને રશિયાના યુદ્ધ વચ્ચે બનાસકાંઠા જિલ્લાના 13 વિદ્યાર્થીઓ ફસાયા : પરિવારમાં ચિંતાનો માહોલ સર્જાયો

 

બનાસકાંઠા જિલ્લાના તે લોકો યુક્રેનમાં ફસાયા છે તે લોકોમાં વિદ્યાર્થીઓ પણ સામેલ છે વહીવટીતંત્ર દ્વારા તે લોકોની યાદી જાહેર કરાઇ છે.યુક્રેનમાં ફસાયેલા લોકોના પરિવારજનો હાલ યુદ્ધના કારણે ચિંતા માં જોવા મળી રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના વાહરા ગામ નો અર્જુન લેબાજી માલોતરીયા નામનો વિદ્યાર્થી પણ યુક્રેનમાં ફસાયો છે.જેના કારણે પરિવારમાં ચિંતા જોવા મળી રહી છે.

 

- રસિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે ભારતીયો ફસાયા

 

- બનાસકાંઠા જિલ્લાના 13 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા

 

- વહીવટી તંત્રએ તમામની યાદી મંગાવી

 

- યુક્રેનથી પાલનપુર વધુ એક વિદ્યાર્થીનીનું પરિવાર સાથે મિલન

 

- રસિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે બનાસકાંઠા પર અસર

 

યુકેની પરિસ્થિતિને લઈને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ પણ માનસિક તણાવ હેઠળ જે જીવતા હતા છેલ્લા કેટલાય દિવસથી વિદ્યાર્થીઓના વાલીઓ વિડીયો કોલ અને ટેલી ફોનિક સંપર્ક કરતા હતા પરંતુ વિદ્યાર્થીઓ અને વાલીઓના માનસિક તણાવના જીવનના કારણે વાલીઓએ સંતાનોને ભારત બોલાવવાનું નક્કી કરી લીધું અને પોતાના સંતાનો પરત આવતા વાલીઓ અને પરિવારમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.પરંતુ હજુ પણ અનેક વિદ્યાર્થીઓ યુક્રેનમાં હોવાથી વાલીઓ ચિંતામાં મુકાયા છે.

 

-ડીસા તાલુકાના વાહરા ગામનો વિદ્યાર્થી યુક્રેનમાં ફસાયો

 

    બનાસકાંઠા જિલ્લાના 13 લોકો યુક્રેનમાં ફસાયા છે 13 લોકો માં વિદ્યાર્થીઓ પણ સામેલ છે વહીવટી તંત્ર દ્વારા 13 લોકોની યાદી જાહેર કરાઇ છે.યુક્રેનમાં ફસાયેલ લોકોના પરિવારજનોમાં ચિંતાનું માહોલ છે.ડીસા તાલુકાના વાહરા ગામ નો અર્જુન લેબાજી માલોતરિયા નામનો વિદ્યાર્થી પણ યુક્રેનમાં ફસાયો છે તેનો પરિવાર વિદ્યાર્થી ને લઇને ચિંતિત જોવા મળી રહ્યો છે પરિવારની માગ છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલીક તેમના દીકરાને ભારત લાવવામાં આવે.  યુદ્ધની સ્થિતિ જોતા પરિવારજનો સતત વિડ્યો કોલથી તેમના દિકરાના કોન્ટેક માં છે.

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની ઘડીઓ ગણાઈ રહી છે તે વચ્ચે જ ભારતીય વિદ્યાર્થીઓ પરત માદરે વતન ફરી રહ્યા છે બનાસકાંઠા જીલ્લાના પાલનપુર નો એક વિદ્યાર્થીની પણ આજે વહેલી સવારે પોતાના માદરે વતન પહોંચતા પરિવારમાં ખુશી જોવા મળી હતી.પાલનપુરના પ્રહલાદભાઈ પઢીયારની દીકરી દિવ્યાન્સી પઢીયાર અભ્યાસ અર્થે યુક્રેન ગઈ હતી.ત્યારે હાલમાં ચાલી રહેલા રસિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે પરિવારમાં ચિતા જોવા મળી રહી હતી.ત્યારે આજે દિવ્યાન્સી સુરક્ષિત પોતાના વતન પાલનપુર ખાતે પહોંચતા પરિવાર શાંતિ અનુભવી હતી.

 

- વિદ્યાર્થીઓ વતન પરત ફર્યા

 

       હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે તરફ ચાલી રહ્યો છે જેને લઇ સમગ્ર વિશ્વભરમાં ભયનો માહોલ સર્જાઇ રહી છે ત્યારે ભારતભરમાંથી અભ્યાસ અર્થે સ્થાઈ થયેલા યુક્રેનના વિદ્યાર્થીઓ પરત પોતાના વતન પહોંચી રહ્યા છે.ખાસ કરીને જે પ્રમાણે રસિયા એક બાદ એક યુક્રેન પર હુમલો કરી રહ્યું છે જેના કારણે સમગ્ર વિશ્વમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે હાલમાં મોટાભાગના વિદ્યાર્થીઓ અને ભારતીયો પરત પોતાના વતન પહોંચતા પરિવારમાં પણ ખુશી જોવા મળી રહી છે છેલ્લા ઘણા વર્ષોથી પરિવારથી અલગ રહેતા પાલનપુરના યુવક આજે યુક્રેનથી વતન આવતા પરિવાર શાંતિ અનુભવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News