બી.કે. ન્યૂઝ દૈનિક ડીસાના ૧૩માં વર્ષમાં યશસ્વી પ્રવેશ પ્રસંગે ડીસાના મહાનુભાવોએ પાઠવેલી શુભેચ્છાઓ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-17 11:23:03
  • Views : 584
  • Modified Date : 2019-08-17 11:23:03

આજથી ૧૨ વર્ષ પહેલા તા. ૧૭-૮-૨૦૦૭ ના રોજ પ્રથમ અંક પ્રસિદ્ધ કરીને માલિક તંત્રી તપનભાઈ જયસ્વાલે બી.કે. ન્યૂઝ દૈનિક ડીસાનું ખાસ મુહૂર્ત કર્યું.
સતત બાર વર્ષ સુધી અનેક તડકી છાયડી પાર કરીને યશસ્વી રીતે બી.કે. ન્યૂઝ તેરમાં વર્ષમાં પ્રવેશ કરે છે. ત્યારે ડીસાના લબ્ધ પ્રતિષ્ઠિત મિત્રો મૂર્ધન્ય સાહિત્યકાર કનુભાઈ આચાર્ય, ચિંતક અને લેખક ભગવાનદાસ બંધુ, સામાજિક કાર્યકર મફતભાઈ મોદી, ભા.વી.પ. ડીસાના પૂર્વ પ્રમુખ પારસભાઈ ત્રિવેદી, પૂર્વ મંત્રી જયેશભાઈ દેસાઈ, નાથાલાલ બ્રહ્મક્ષત્રિય તથા રાષ્ટ્રપતિના વરદ હસ્તે સન્માનિત ચિત્ર શિક્ષક ચંદુભાઈ એ. ટી. ડી., રાયકા ક્લબના બળદેવભાઈ રાયકા, જીઈબીના કર્મચારી મંડળના મહેશભાઈ મનવર, અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ અને ચિત્ર શિક્ષક હિતેશભાઈ જાદવ, પ્રાથમિક શિક્ષક મોતીભાઈ વાઘેલા, ચિત્ર શિક્ષક જગદીશભાઈ તથા સ્ટાફ મિત્રોએ ઉપસ્થિત રહીને માલિક તંત્રી
તપનભાઈનું શાલ પુષ્પગુચ્છ તથા મોઢું મીઠું કરાવીને સ્વાગત કર્યું હતું. ત્યારે વાતાવરણ હર્ષોલ્લાસ પૂર્ણ બન્યું હતું. ભારતીબેન તથા મુકેશભાઈને
પણ સાલ અર્પણ કરીને સન્માન્યા હતા. સહતંત્રી ભારતીબેન
પરમાર તથા મેનેજર મુકેશભાઈ પરમાર  તથા કવન અને મહિતોષ વગેરે સ્ટાફ મિત્રોએ
તપનભાઈએ ચાલુ કરેલી બી.કે. ન્યુઝ ટુડે  ચેનલની કાર્યવિધિથી
પરિચિત કરાવ્યા હતા. તપનભાઈ તથા સ્ટાફ મિત્રોએ મહેમાનોનો આભાર માનીને પત્રકારત્વ ક્ષેત્રે
પવિત્ર રહીને પ્રગતિ કરવાની નેમ વ્યક્ત કરી હતી.

Download Our B K News Today App



Related News