જિલ્લામાં ૨૫ કેસો ઃ ગાંધીનગર તાલુકામાં ૧૨, શહેરમાં ૧૩ કોરોના પોઝિટિવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-28 11:51:03
  • Views : 282
  • Modified Date : 2020-12-28 11:51:38

ગાંધીનગર જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં રવિવારે નોંધાયેલાં ૧૩ કોરોના
પોઝિટિવ કેસોમાંથી ગાંધીનગર તાલુકામાં જ ૧૨ કેસો નોંધાયાં છે. જ્યારે ગાંધીનગર શહેરમાં નવા ૧૨ કેસો નોંધાતાં ગાંધીનગર જિલ્લામાં કોરોના પોઝિટિવના માત્ર ૨૫ કેસો નોંધાયાં છે.
ગાંધીનગર ગ્રામ્યમાં રવિવારે નોંધાયેલાં ૧૩ કેસોમાંથી ગાંધીનગર તાલુકામાં જ ૧૨ કેસો નોંધાયાં છે. શનિવારે માત્ર બે કેસ પછી  રવિવારે સરગાસણમાં નવા ૪ અને વાવૉલમાં ૩ કેસો નોંધાતાં ફફડાટ ફેલાયો છે. આ ઉપરાંત ગિફ્ટ સિટી અને રાયસણમાં ૨૫થી ૨૭ વર્ષીય બે - બે યુવાનો કોરોના સંક્રમણનાં ભોગ બન્યાં છે. જ્યારે
રાંધેજામાં એક ૫૨ વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે.
દહેગામ તાલુકામાં  એકપણ કેસ નોંધાયો નથી. તો માણસા તાલુકામાં  ખાટા આંબામાં એક કેસ નોંધાયો છે. કલોલ તાલુકામાં ગઈકાલે ત્રણેય તાલુકા કરતા લગભગ ડબલ કેસો નોંધાતાં ફફડાટ ફેલાયો હતો. પરંતુ  એકપણ કેસો નોંધાયાં નથી. દિવાળી
પછી પહેલીવાર ગાંધીનગર જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં એક્ટીવ દર્દીઓની સંખ્યા ઘટીને ૧૨૬ થઈ ગઈ છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં  ૨૩ દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવતાં કુલ ૩૬૨૯ દર્દીઓને રજા આપવામાં આવી છે.
ગાંધીનગર શહેરમાં  નવા ૧૨ કોરોના પોઝિટિવ કેસો નોંધાયાં છે. જેમાં એકમાત્ર સેક્ટર ૨૨માં ૩ અને સેક્ટર ૨૮માં ૨ કેસો નોંધાયાં છે. જ્યારે સેક્ટર  ૫, ૭, ૨૩, ૨૦, ૨૪, ૨૭, ૨૯ અને ૩૦માં નવાં એક એક કેસો નોંધાયાં છે. ગાંધીનગર શહેરમાં  ૧૮ દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.

Download Our B K News Today App



Related News