લોનધારકના ડોક્યુમેન્ટ લઈને પ્રોપર્ટી ખરીદી લીધી હતી ભીલડીમાં લોનના બહાને રૂ.૧૩.પ૦ લાખની છેતરપીંડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-02 10:57:10
  • Views : 1942
  • Modified Date : 2020-12-02 10:57:10

ડીસા તાલુકાના ભીલડીમાં લોન કરવાના બહાને રૂપિયા ૧૩.૫૦ લાખની છેતરપીંડી કરવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે પોલીસે ગુનામા સંડોવાયેલા બેન્ક મેનેજરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે પોલીસે અન્ય કેટલા મળતીયા સંડોવાયેલા છે. તે અંગે પણ પોલીસ વધુ તપાસ હાથ ધરશે.
ડીસા તાલુકાના ભીલડીમાં એક શખ્સએ મહિલાના નામે લોન આપવાના બહાને તેના ખોટા દસ્તાવેજ બનાવી રૂપિયા ૧૩.૫૦ લાખની છેતરપીંડી આચરતા ચકચાર મચી જવા
પામી હતી. આ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતા બેંક મેનેજરને ઝડપી લઇ વધુ કાર્યવાહી ભીલડી પોલીસ દ્વારા હાથ ધરી છે. સમગ્ર વિગતો એવી છે કે, ડીસાના બલોધર ગામના મહેન્દ્રભાઈ પાંચાભાઈ પરમારને લોનની જરૂર હોઈ ભીલડીના યોગેશભાઈ ઉર્ફે
પપ્પુ પ્રહલાદભાઈ પ્રજાપતિ
પાસે ગયા હતા. જોકે, તેણે મહેન્દ્રભાઈને વિશ્વાસમાં લઇ તેમની પત્નીના ડોક્યુમેન્ટની ઝેરોક્ષ, કોરા ચેક લઈ લોન આપવાના બહાને પ્રોપર્ટી ખરીદી હતી. અને મહેન્દ્રભાઈની જાણ બહારએ પ્રોપર્ટી ઉપર રૂપિયા ૧૩,૫૦,૦૦૦ ની લોન કરી. અને એ નાણાં પોતે લઈ
છેતરપીંડી આચરી હતી. આ અંગે મહેન્દ્રભાઈએ ભીલડી
પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે યોગેશભાઈ ઉર્ફે પપ્પુ પ્રહલાદભાઈ પ્રજાપતિ સહિત તેમના અન્ય મળતીયાઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં યોગેશ ઉર્ફે પપ્પુ પ્રહલાદ પ્રજાપતિની પણ ધરપકડ કરી લોન મંજુર કરનાર ઇન્ડિયા હોમ્સ બેંન્કના મેનેજર ઋષભકુમાર પીયૂષભાઈ યાજ્ઞિકને પણ ભીલડી પોલીસે ઝડપી પાડી અન્ય આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જેની વધુ તપાસ ભીલડી
પી.એસ.આઈ એ.બી શાહ કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News