અમદાવાદમાં કોરોનાએ તરખાટ મચાવ્યો, SVP હોસ્પિટલમાં દર્દીની સંખ્યામાં વધારો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-19 11:43:26
  • Views : 201
  • Modified Date : 2021-03-19 11:43:26

    અમદાવાદમાં કોરોનાએ તરખાટ મચાવ્યો છે. ગુરૂવારે શહેરમાં કોરોનાના નવા 298 કેસ નોંધાયા છે. સતત વધતા કોરોના સંક્રમણ વચ્ચે SVP હોસ્પિટલમાં દર્દીની સંખ્યામાં વધારો થયો છે. સૂત્રોનું માનીએ તો સિવીલ હોસ્પિટલ કરતા SVPમાં દર્દીઓની સંખ્યામાં વધારો છે. 

    SVP હોસ્પિટલમાં હાલ 298 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે SVPમાં ICU વૉર્ડ દર્દીઓથી ઉભરાયો છે.  જ્યારે હાલમાં સિવીલ હોસ્પિટલમાં 136 દર્દીઓ સારવાર હેઠળ છે. સિવીલમાં 136 પૈકીના 4 દર્દીઓ હાલ વેંટિલેટર પર સારવાર લઈ રહ્યા છે. SVP અને સિવીલ હોસ્પિટલમાં કુલ 384 દર્દીઓ હાલ કોરોનાની ટ્રીટમેંટ લઈ રહ્યા છે.

    નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1276 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ત્રણ લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે.  આજે રાજ્યમાં 899 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,72,332 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.42  ટકા પર પહોંચ્યો છે. હાલ 5684 એક્ટિવ કેસ છે, જેમાંથી 63  લોકો વેન્ટિલેટર પર અને 5621 લોકો સ્ટેબલ છે. 

    ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 2 અને  સુરત કોર્પોરેશનમાં 1 દર્દીનું મૃત્યુ થયું હતું.  રાજ્યમાં અત્યાર સુધી કુલ 4433 લોકોના કોરોનાથી મોત થયા છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1276 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ત્રણ લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે. 

Download Our B K News Today App



Related News