ડીસા તાલુકાના જૂનાડીસા ગામે આવેલ ડી જે એન મહેતા હાઇસ્કુલ ખાતે ડો બાબાસાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-14 14:54:02
  • Views : 191
  • Modified Date : 2022-04-14 14:54:02

 

આજે ડો. બાબાસાહેબ આંબેડકર ની 131 મી જન્મ જયંતી છે ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૩૧મી જન્મ જયંતીની સમગ્ર ભારતભરમાં વી શાળામાં ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પણ આજે વિવિધ શાળાઓમાં ડો બાબાસાહેબ આંબેડકર ની જન્મ જયંતી ની શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત આજે જુના ડીસા ખાતે આવેલ ડી.જે.એન.મહેતા હાઇસ્કુલ જુનાડીસા દ્વારા ડૉ.બાબાસાહેબ આંબેડકર ની 131 મી જન્મ જયંતી ઉજવવામાં આવી હતી  આ પ્રસંગે શાળા ના શિક્ષિકા ભાવનાબેન દેસાઈ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની સિદ્ધિઓ તેમજ તેમની જીવન યાત્રા પ્રકાશિત કરાઇ તેમજ એન.સી.સી કેડેટ  વારિયા રોની દ્વારા ડૉ. આંબેડકર ના પ્રેરક પ્રસંગો તેમજ શાળાના આચાર્યશ્રી પી.વી.મહેતા દ્વારા ડો. આંબેડકર ની છબી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી ત્યારબાદ  આચાર્ય શ્રી પી. વી.મહેતા અને સુપરવાઇઝર શ્રી એસ.ડી ચેનવા દ્વારા શાળાના વિદ્યાર્થીઓને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના જીવનમાંથી બોધપાઠ લઈને સમગ્ર સમાજને કેવી રીતે ઉપયોગી થઇ શકાય તેવી પ્રેરણા આપવામાં આવી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા ના શિક્ષક શ્રી મહેન્દ્ર ભાઇ લીમ્બાચીયા એ કર્યું હતું

Download Our B K News Today App



Related News