રાજ્યમાં ૨૪ કલાકમાં ૧૨૧ વ્યક્તિના મોત ગુજરાતમાં કોરોનાના રેકોર્ડ ૧૨૨૦૬ નવા કેસ નોંધાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-21 11:54:49
  • Views : 276
  • Modified Date : 2021-04-21 11:54:49

ગુજરાતમાં કોરોના હવે દિવસેને દિવસે વધારે બેકાબુ બનતો જઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. રોજેરોજ આંકડા જે પ્રકારની છલાંગો લગાવી રહ્યા છે તે જાેતા ગુજરાત પણ મહારાષ્ટ્રનાં રસ્તે જઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. રોજેરોજ કોરોનાના આંકડા કુદકેને ભુસકે વધી રહ્યા છે. રાજ્યમાં આજે ૧૨,૨૦૬ નવા કોરોનાના કેસ નોંધાયા. જ્યારે ૪૩૩૯ લોકો સાજા થયા છે. અત્યાર સુધી કુલ ૩,૪૬,૦૬૩ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર પણ ઘટીને ૮૦.૮૨ ટકાએ પહોંચ્યો છે.
અત્યાર સુધીમાં કુલ ૯૦,૩૪,૯૦૩ વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને ૧૫,૫૬,૨૮૫ નાગરિકોનું બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. આ પ્રકારે કુલ ૧,૦૫,૯૦,૫૯૪ રસીકરણનાં ડોઝ આપવામાં આવ્યા. આજે ૬૦ વર્ષથી વધારે ઉંમરનાં અને ૪૫થી ૬૦ વર્ષનાં કુલ ૬૭,૩૧૫ લોકોને પ્રથમ ડોઝ અને ૭૪,૬૦૪ લોકોને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું. જાે કે રાજ્યમાં હજી સુધી કોઇને રસીના કારણે ગંભીર આડઅસર જાેવા મળી નથી.
રાજ્યમાં આજે કોરોનાના નવા ૧૨,૨૦૬ દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાંથી ૪૩૩૯ દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ પણ ગગડીને ૮૦.૮૨ ટકા પર પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૩,૪૬,૦૬૩ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો ૭૬૫૦૦ એક્ટિવ કેસ છે. જ્યારે ૩૫૩ લોકો વેન્ટિલેટર પર છે. ૭૬૧૪૭ લોકો સ્ટેબલ છે. ૩૪૬૦૬૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. ૫૬૧૫ લોકોનાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે કુલ ૧૨૧ લોકોનાં મોત નિપજ્યાં છે. સુરત કોર્પોરેશન ૨૪, અમદાવાદ કોર્પોરેશન ૨૩, વડોદરા કોર્પોરેશન ૯, રાજકોટ કોર્પોરેશન ૮, રાજકોટ ૪, સુરેન્દ્રનગર ૪, વડોદરા ૪, બનાસકાંઠા, ભરૂચ, ગાંધીનગર, જામનગર, જામનગર કોર્પોરેશન, મોરબી, સાબરકાંઠા માં ૩-૩ મોત નિપજ્યાં છે. અરવલ્લી, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, દાહોદ, દેવભુમિ દ્વારકા, જૂનાગઢ, મહેસાણા, પાટણમાં ૨-૨ લોકોનાં મોત નિપજ્યાં છે. અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, ગાંધીનગર કોર્પોરેશન, ખેડા, મહીસાગર, પંચમહાલ અને સુરતમાં ૧-૧ વ્યક્તિનાં મોત નિપજ્યાં છે. આ પ્રકારે કોરોનાને કારણે કુલ ૧૨૧ લોકોનાં મોત નિપજ્યાં છે.

Download Our B K News Today App



Related News