તમામ ખર્ચ ટાટા ટ્રસ્ટ ઉઠાવશે ઃ અમિત શાહ ગાંધીનગરમાં ૧૨૦૦ બેડની હોસ્પિટલ બનશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-24 11:54:40
  • Views : 341
  • Modified Date : 2021-04-24 11:54:40

કોરોનાના દર્દીઓને બેડને લઈને કોઇ તકલીફ ન થાય તે માટે ગાંધીનગર ખાતે ટાટાના સહયોગથી ૧૨૦૦ બેડની હોસ્પિટલ આવનારા સમયમાં તૈયાર કરવામાં આવશે. જેમાં ૬૦૦ આઇસીયું બેડ હશે. તેના કારણે બેડની ઉપલબ્ધતામાં મોટો વધારો થશે. આ
હોસ્પિટલનો તમામ ખર્ચ ટાટા ટ્રસ્ટ ઉપાડશે. ત્યાર બાદનું સંચાલન સહિતની કામગીરી ડીઆડીઓ દ્વારા કરવામાં આવશે. આ કોવિડ હોસ્પિટલ ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે તૈયાર કરાશે.
ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતની કોરોના અંગેની સ્થિતિનો તાગ મેળવવા માટે
પણ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી સાથે મુખ્ય સચિવ અનિલ મુકીમ, આરોગ્ય સચિવ જયંતી રવિ, આઇએએસ કૈલાસનાથન, આરોગ્ય કમિશ્રન જયપ્રકાશ શિવહરે, સહિત અનેક ટોચનાં અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ તેઓ પત્રકાર પરિષદને સંબોધિત કરશે. સ્થિતી અંગે પત્રકારોને માહિતગાર કર્યા હતા.
રસીકરણ ઝડપથી થાય તે માટે ખુબ જ વિચારણા ચાલી રહી છે. ઓક્સિજન અને કોરોના માટે જરૂરી દવાઓ અને ઇન્જેક્શનનાં સપ્લાયનો પણ રિવ્યું થયો છે. કમસે કમ ગુજરાત માટે હું કહી શકું કે અહીં સારી વ્યવસ્થા કરવામાં આવી છે. ઓક્સિજન અંગે
પણ મે વાતચીત કરી છે. જાે કે ઓક્સિજનનો બગાડ પણ ખુબ જ થઇ રહ્યો જેને કાબુમાં લેવા માટે ૈંછજી અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.
વડાપ્રધાને પોતે પણ મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી સાથે વાતચીત કરી છે. આજે પણ મીટિંગમાં વડાપ્રધાન મોદીએ ફોન કરીને ચિંતા વ્યક્ત કરી અને માહિતી મેળવી હતી.  વધારે પડતો ઓક્સિજન કે રેમડેસિવિરનો ડોઝ દર્દી માટે તકલીફ પણ ઉભો કરતો હોય છે. ગુજરાત સરકારે એક કમિટી બનાવીને ગાઇડ લાઇન બનાવવાનો ર્નિણય લીધો છે.

ટેલિફોનિક ગાઈડન્સ માટે નવા ટોલફ્રી નંબરની શરૂઆત કરાશે
આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ટેલિફોનિક ગાઈડન્સ માટે નવા ટોલફ્રી નંબરની શરૂઆત કરવામાં આવશે. જેમાં ૫૦ જેટલા ડોક્ટર ઓન ફોન સેવા આપશે. તો આ સાથે જ કહ્યું હતું કે, હું ડૉક્ટરોને અપીલ કરવા માંગુ છું કે, ખાસ કરીને રેમડેસિવિર ત્યારે જ આપો જ્યારે તેની જરૂર હોય

Download Our B K News Today App



Related News