દીવાલ પડતા 12 શ્રમિકોના મોત : હળવદ GIDCમાં મીઠાના કારખાનામાં કરુણાંતિકા સર્જાઈ, કાટમાળમાં દટાયેલી લાશો જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-18 14:15:40
  • Views : 297
  • Modified Date : 2022-05-18 14:15:40

દીવાલ પડતા 12 શ્રમિકોના મોત : હળવદ GIDCમાં મીઠાના કારખાનામાં કરુણાંતિકા સર્જાઈ, કાટમાળમાં દટાયેલી લાશો જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવી

 

હળવદ GIDCમાં આવેલા મીઠાના કારખાનામાં દીવાલ ધરાશયી થતા દટાઈ ગયેલા 12 શ્રમિકોના મોત નિપજ્યા છે. જ્યારે 20થી વધુ શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તંત્ર દ્વારા જેસીબીની મદદથી દીવાલના કાટમાળ નીચે દટાયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે. મૃત્યુઆંક હજી પણ વધવાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાના પગલે જિલ્લા કલેકટર ઘટનાસ્થળ પર પહોંચ્યા છે.

 

બચાવ કામગીરી હાથ ધરાઇ
જાણવા મળતી વિગતો મુજબ હળવદ GIDCમાં આવેલા સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં મીઠાની કોથળી ભરવાની રાબેતા મુજબ કામગીરી ચાલી રહી હતી. ત્યારે બારેક વાગ્યાના અરસામાં અચાનક કારખાનાની દીવાલ ધસી પડતા અંદાજે 20થી 30 જેટલા શ્રમિકો દટાઈ જતા તાબડતોબ હિટાચી અને જેસીબીની મદદથી શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવાંમાં આવી છે. જેમાં 12 શ્રમિકોના મોત નિપજ્યાની વિગતો સામે આવી છે. હજુ પણ અનેક શ્રમિકો મીઠાની બેગ અને દીવાલના કાટમાળ હેઠળ દટાઈ ગયેલા હોય તેને કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

મૃત્યુઆંક વધવાની આશંકા
મીઠાના કારખાનામાં મજૂરો કામ કરી રહ્યા હતા. ત્યારે ગોઝારી ઘટના બની હતી. હાલ વેકેશનનો સમયગાળો હોવાથી ઘટનામાં માસુમ બાળકો પણ ભોગ બન્યા હોવાની આશંકા સેવાઇ રહી છે. દુર્ઘટનામાં મોતનો આંકડો વધારે પહોંચવાની આશંકા સેવાઇ રહી છે. હાલમાં તંત્ર અને સ્થાનિક લોકો દ્વારા કાટમાળ નીચેથી દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.

 

 

Download Our B K News Today App



Related News