ગાંધીનગર તાલુકામાં માસ્ક વગર ફરતા ૧૨ વ્યક્તિઓ પાસેથી ટીડીઓએ દંડ વસૂલ કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-22 16:06:21
  • Views : 470
  • Modified Date : 2020-05-22 16:06:21

ગાંધીનગર તાલુકામાં માસ્ક વગર ફરતા ૧૨ વ્યક્તિઓ પાસેથી ટીડીઓએ દંડ વસૂલ કર્યો

ગાંધીનગર તાલુકાના દશ ગામોની મુલાકાત દરમ્યાન વિવિધ ગામોમાં ૧૨ વ્યક્તિઓને નહીં પહેરવાં બદલ રૂપિયા ૨૦૦ લેખે  સ્થળ પર જ કુલ ૨૪૦૦ રૂપિયાનો દંડ તાલુકા વિકાસ અધિકારી જી.એ.ધાંધલિયાએ વસૂલ કર્યો હતો. ગાંધીનગર તાલુકા વિકાસ અધિકારી  જી.એ.ધાંધલીયાએ તાલુકાના લવારપુર, પ્રાંતિયા, પીરોજપુર, ચિલોડા (ડ), શિહોલી મોટી, હરિપુરા બોરીયા, દશેલા, લેકાવાડા અને ધરમપુર ગામની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાત દરમ્યાન પ્રાંતિયા ગામમાં બે વ્યક્તિ, શિહોલી મોટી ગામમાં સાત વ્યક્તિ, દશેલા ગામમાં એક વ્યક્તિ અને ધરમપુર ગામમાં બે વ્યક્તિ મળી કુલ ૧૨ વ્યક્તિઓ માસ્ક પહેરયા વિના તાલુકા વિકાસ અધિકારીની નજરે ચઢી ગયા હતા. આ તમામ વ્યક્તિઓને માસ્ક કેમ પહેરવું તેની સમજી આપીને અગામી સમયમાં તેમને માસ્ક પહેરવાની યાદ રહે અને અન્ય ગ્રામજનોને માસ્ક પહેરવાની સૂચના યાદ રહે તે માટે આ વ્યક્તિઓ પાસે રૂપિયા ૨૦૦ લેખે એટલે કે ૧૨ વ્યÂક્તઓ પાસેથી રૂપિયા ૨૪૦૦નો દંડ વસૂલ કર્યો હતો. આ મુલાકાત દરમ્યાન તાલુકા વિકાસ અધિકારી દ્વારા તમામ ગામોમાં તલાટી કમ મંત્રી અને ગામના આગેવાનોને લોકડાઉન – ૪ ની સમજ આપવામાં આવી હતી. તે ઉપરાંત ધરમપુર ગામે સરકારી નિયમોનું પાલન ન કરવા બદલ  અને માસ્ક ન પહેરવા બદલ દુકાનદાર પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.


Download Our B K News Today App



Related News