દિલ્હી-મુંબઈ રેલવે કોરિડોરથી પાલનપુરના કરજોડામાં બની રહ્યા છે 12 ટ્રેક.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-01 11:24:11
  • Views : 1047
  • Modified Date : 2021-01-01 11:24:11

    દિલ્હી-મુંબઈ રેલવે કોરીડોરથી ઔદ્યોગિક વિકાસને નવી દિશા મળવાની છે. સ્થાનિક વેપાર ઉદ્યોગને સમગ્ર દેશ સાથે સાંકળી શકાય તેવી સોનેરી કલ્પનાઓને હવે ઉડાન મળવાની છે. રેલવે કોરીડોરથી પાલનપુર તાલુકાના કોઇપણ ગામનો ખેડૂત પોતાનો પાક દિલ્હી કે મુંબઈ સુધી મોકલી શકશે અને તેનું ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ખૂબ ઓછું આવશે જેથી તે પગભર બની શકશે. ડીએફસીસીના અધિકારીઓએ જણાવ્યું કે, "આ દેશનો અત્યંત મહત્વાકાંક્ષી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. મોટાભાગના રેલવે ટ્રેક તૈયાર થઈ ગયા છે, કેટલીક જગ્યાએ કામ અધૂરું છે એ યુદ્ધના ધોરણે પૂરું કરાઇ રહ્યું છે.

    વેપારને વેગ આપવાના આશયથી દિલ્હી-મુંબઈ રેલવે કોરીડોરને ડેડિકેટેડ ફ્રેઇટ કોરીડોર નામ અપાયું છે. પાલનપુર પાસે જગ્યા નહીં મળતાં કરજોડા પાસે ન્યુ પાલનપુર જંકશન બનાવાયું છે. 12 ટ્રેક બનશે.જ્યાં નવા 6 રેલવે ટ્રેક બનીને તૈયાર થઈ રહ્યા છે. ગુડ્ઝ ટ્રેનોને કરજોડા સ્થિત ન્યુ પાલનપુર જંકશન પર ઉભી રખાશે. જેમના નિયત રૂટ ઉપર એમને મોકલવામાં આવશે. મુસાફર ટ્રેન અને ડીએફસીસીના ટ્રેક પર માલવાહક ગુડ્સ ટ્રેનનો ટ્રેક અલગ અલગ છે. જે ઓછા ખર્ચમાં ખેતી પાકો જીરુ, વરિયાળી, ઇસબગુલ સહિત કાચો માલસામાન મોકલી શકાશે તેમજ મગાવી શકાશે.

    રેલ કોરિડોર પ્રોજેક્ટની પાલનપુર માટે કમજોર કડી એ રહી કે અગાઉ કરજોડા પાસેના સુરજપુરા હેબતપુર અને સદરપુર આસપાસ બનનારા સહુથી મોટા કન્ટેનર યાર્ડ માટે કેટલાક ખેડુતોએ અપૂરતા વળતરને લઈ મોંઘીદાટ જમીનો ન આપતા સમગ્રયાર્ડ રાજસ્થાનના સ્વરૂપગંજમાં ખસેડાઇ ગયું છે.અને ત્યાં હાલમાં યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે.


Download Our B K News Today App



Related News