ગુજરાતમાં વરસાદી માહોલ 12 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-13 18:46:25
  • Views : 437
  • Modified Date : 2019-06-13 18:46:25

રાજ્યમાં આવી રહેલ વાયુ વાવાઝોડાની અસરને કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. આ સમયે સમાચાર સામે આવી રહ્યા છે કે, રાજ્યના ૨૮ તાલુકાઓમાં નોંધનીય વરસાદ થયો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૧૩-૬-૧૯ ને ગુરૂવારના રોજ સવારે છ થી બપોરના ચાર વાગ્યા સુધીમાં ૨૮ તાલુકાઓમાં નોંધનીય વરસાદ થયો છે. જેમાં જાફરાબાદ, ખાંભા, તળાજા, લાઠી, મહુવા, રાજુલા, પાલીતાણા, અમરેલી, ગઢડા, ઉમરાળા, ભાવનગર, વલભીપુર મળી કુલ ૧૨ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.આ ઉપરાંત રાજયના ગારીયાધાર, ઉના, બરવાળા, માંગરોળ, ગીર ગઢડા, લીલીયા, સાવરકુંડલા, તાલાળા, જેસર, કલ્યાણપુર, બાબરા, વેરાવળ, નસવાડી, નવસારી, ચોર્યાસી અને જલાલપોર મળી કુલ ૧૬ તાલુકાઓમાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજયના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ આજે સવારે 8.00 વાગે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 28 જિલ્લાઓના 108 તાલુકામાં હળવા ઝાપટાથી લઇ બે ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. વરસાદની જિલ્લાવાર માહિતી જોઇએ તો પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં 45, સરસ્વતી તથા હારિજમાં 16, પાટણમાં 18, બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં 33, પાલનપુરમાં 17, દિયોદરમાં 14, દાંતા અને ડિસામાં 12-12 મી.મી. વરસાદ પડ્યો હતો.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં 43, હિંમતનગરમાં 34, ઇડરમાં 22, ખેડબ્રહ્મામાં 21, તલોદમાં 21, વડાલીમાં 18 ૧૬ મી.મી. વરસાદ પડ્યો છે. મહેસાણા જિલ્લાના વિજાપુરમાં 38, વિસનગરમાં 36, વડનગરમાં 21, મહેસાણામાં 22 અને ઊંઝામાં 11 મી.મી. વરસાદ પડ્યો છે. અરવલ્લી જિલ્લાના બાયડમાં 33 મી.મી. વરસાદ નોંધાયો છે. ગાંધીનગર જિલ્લાના માણસામાં 33 અને કલોલમાં 24 મી.મી. વરસાદ નોંધાયો છે.

Download Our B K News Today App



Related News