ડીસામાં લુહારી કામ કરતા પરિવારનો પુત્ર ૧૨ સાયન્સમાં પ્રથમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-19 13:17:31
  • Views : 1582
  • Modified Date : 2020-05-19 13:17:31

ડીસા ખાતે કાર્યરત ડી.એન.જે. આદર્શ ઉચ્ચત્તર માધ્યમિક શાળાના સાયન્સ વિભાગના વિદ્યાર્થીએ અનેરી સફળતા પ્રાપ્ત કરી છે. જેમાં પિતાએ લુહારી કામ કરી પોતાના દીકરાને અભ્યાસ માટે પ્રોત્સાહન આપતા દીકરાએ સાબિત કરી બતાવ્યું કે ગરીબનો દીકરો પણ કંઈક કરી શકે છે.ડીસાના રામનગર વિસ્તારમાં રહેતા ભુદ્રાજી પુરોહિત લુહારી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો દીકરો કપિલ નાનપણથી જ અભ્યાસમાં બહુ હોશિયાર હતો. જેના કારણે તેમના પિતા દ્વારા અવારનવાર સારૂ ભણતર મળી રહે તે માટે પ્રોત્સાહન આપવામાં આવતું હતું. કપિલે પોતાના અભ્યાસની શરૂઆત ડીસાની આદર્શ વિદ્યાસંકુલથી કરી હતી. પહેલા ધોરણથી જ કપિલ અભ્યાસમાં બહુ હોશિયાર હતો. જેનાથી કપિલના પિતાએ પોતાનું ભવિષ્યનું સારું સપનું પોતાના દીકરામાં જોવા મળ્યું હતું. સતત મહેનત કરનાર કપિલ પુરોહિતનું એક જ સપનું હતું કે પોતાના માતા-પિતાનું નામ રોશન કરવું. ધોરણ ૧૦ નો અભ્યાસ પૂર્ણ કરી જ્યારે કપિલે ૧૧ માં ધોરણમાં પ્રવેશ કર્યો ત્યારે તેનું માત્ર એક જ સપનું હતું કે ૧૨ સાયન્સમાં પોતે પ્રથમ નંબર મેળવે. જેથી કપિલે ૧૧ માં ધોરણથી જ મહેનત કરવાની શરૂઆત કરી હતી. કપિલ સવારે ૪ વાગે જાગી અને વાંચન કરવા માટે બેસતો હતો. સતત અભ્યાસમાં જ ધ્યાન આપી અને તેને આજે ડીસામાં ૯૯.૮૬ પી.આર. સાથે પ્રથમ નંબર મેળવતા પોતાના પરિવાર અને શાળાનું નામ રોશન કર્યું છે. કપિલના પિતાનું સપનું હતું કે પિતાનો દીકરો નાનપણથી જ અભ્યાસમાં બહુ હોશિયાર છે જેના કારણે તેમના પિતા લુહારી કામ કરી અને તેમના દીકરી કપિલને અભ્યાસમાં કઈ જરૂર ન પડે તે માટે સતત પ્રોત્સાહન આપતા હતા. કપિલને ૪ વાગે જગાડી અને અભ્યાસ કરવામાં મદદ કરતા પિતાને કપિલે આજે ૧૨ સાયન્સનું પરિણામ લાવી સાબિત કરી બતાવ્યું કે નાના પરિવારના વિદ્યાર્થીઓ પણ સારો અભ્યાસ મેળવી સારું પરિણામ આપી શકે છે. કપિલનું પરિણામ તેમના પિતાના હાથમાં આવતા તેમના પિતાએ જણાવ્યું હતું કે મને તો ખબર જ હતી કે મારો દીકરો મારુ ભવિષ્યનું સપનું પૂરું કરશે. મે જોયેલું સપનું આજે મારા દીકરાએ ૧૨ સાયન્સમાં પ્રથમ નંબર મેળવી પૂર્ણ કરી બતાવ્યું છે. મે ભલે કપરા સમયનો સામનો કર્યો હોય પરંતુ હવે મારા દીકરાનું આ પરિણામ જોતા હવે મારી નવી આશા બંધાઈ છે અને મને વિશ્વાસ છે કે આગામી સમયમાં મારો દીકરો જરૂર એમ.બી.બી.એસ. નો અભ્યાસ કરી મારા પરિવારનું નામ રોશન કરશે. ડીસા ખાતે કાર્યરત ડી.એન.જે. આદર્શ હાઈસ્કૂલના આચાર્ય કરશનભાઈ રાજપૂતના માર્ગદર્શન હેઠળ અને ૧૨ સાયન્સ વિભાગના ઉત્સાહી શિક્ષકોની ટીમ દ્વારા શાળાને અનોખી સિધ્ધિ હાંસલ થઇ છે. સાયન્સના બોર્ડનું પરિણામ ૭૧.૩૪% છે અને બનાસકાંઠા જિલ્લાનું પરિણામ ૭૬.૬૦% જેટલું આવ્યું છે. ડીસાની આદર્શ સ્કૂલમાં અભ્યાસ કરતા કપિલનું પરિણામ ડીસામાં પ્રથમ આવતા શાળા પરિવારમાં આનંદની લાગણી છવાઈ હતી.


Download Our B K News Today App



Related News