ધોરણ 10ની પૂરક પરીક્ષાનું માત્ર 9 ટકા પરિણામ, ધોરણ 12નું 56 ટકા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-30 12:57:33
  • Views : 537
  • Modified Date : 2019-07-30 12:57:33

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈમાં લેવાયેલી પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 10નું પરિણામ માત્ર 9.04 ટકા આવ્યું છે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 56.56 ટકા આવ્યું છે. પૂરક પરીક્ષામાં પણ કોઈ વિદ્યાર્થીને પોતાના પરિણામથી અસંતોષ હોય તો વિદ્યાર્થીઓ 7 ઓગષ્ટ સુધી ગુણ ચકાસણી માટે બોર્ડની કચેરીએ રૂબરૂ અથના પોસ્ટ દ્વારા અરજી કરી શકશે.ધોરણ 10માં સૌથી વધુ પરિણામ સુરતનુંજુલાઈ 2019માં ધોરણ 10-12ની પૂરક પરીક્ષા લેવાઈ હતી. જેમાં ધોરણ 10માં 75365 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. તેમાંથી 64814 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 10માં માત્ર 6063 વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. જેમાં 9 ટકા વિદ્યાર્થી જ્યારે 10 ટકા વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે. 1296 દિવ્યાંગો પૈકી 290 દિવ્યાંગ વિદ્યાર્થીઓ પાસ થયા છે. સૌથી વધુ પરિણામ સુરત જ્યારે સૌથી ઓછું અરવલ્લી જિલ્લાનું આવ્યું છે. ગુજરાતી માધ્યમનું 8.82 જ્યારે અંગ્રેજી માધ્યમનું 17.75 ટકા પરિણામ આવ્યું છે.ધોરણ 12માં 54 ટકા વિદ્યાર્થીઓ, 58 ટકા વિદ્યાર્થીનીઓ પાસધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 102616 વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા હતા જેમાંથી 80399 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 45470 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ધોરણ 12નું કુલ 56.56 ટકા પરિણામ આવ્યું છે. પરિણામમાં 54 ટકા વિદ્યાર્થીઓ જ્યારે 58 ટકા વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે.

Download Our B K News Today App



Related News