કેનાલ રિપેરીંગને પંદર દિવસ પણ થયા નથી ત્યાં જ ઈઢાટામાં કેનાલમાં ૧૨ કલાકમાં ત્રણ જગ્યાએ ગાબડા પડયાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-10 11:19:07
  • Views : 296
  • Modified Date : 2020-12-10 11:19:07


બી.કે.ન્યૂઝ, વાવ
 વાવ તાલુકામાં નર્મદાની કેનાલઓ આવેલી છે. જ્યાં ખેડૂતો પિયત માટે પાણી
અપાતાની સાથે જ કાગળની જેમ કેનાલ તૂટી જાય છે.જેમાં
પંદર દિવસ પહેલાં જ રિપેરિંગ કરવામાં આવેલી કેનાલો પણ તૂટી રહી છે. છેલ્લા ૧૨ કલાકમાં આ વિસ્તારમાં ત્રણ સ્થળોએ કેનાલો તુટી જતા હજારો લીટર પાણી વેડફાઈ ગયું હતું. જેને લઇને ખેડૂતોએ કેનાલની નબળી કામગીરી અંગે સવાલો ઉઠાવ્યા છે.
વાવ તાલુકામાં કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત જાેવા મળી રહ્યો છે. ત્યારે ફરી     વાવ તાલુકાના ઢીમા ગામની સીમમાંથી પસાર થતી ઈઠાટા માઇનોર કેનાલ ૨માં ૧૦ થી ૧૫ ફૂટનું ગાબડું પડતાં હજારો લીટર પાણીનો વેડફાટ થઈ ગયો હતો. જાેકે સ્થાનિક ખેડૂતો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે, આ કેનાલ રીપેરીંગની કામગીરી કર્યાના હજુ તો પંદર દિવસ પણ નથી થયા અને આજે ફરીથી ભ્રષ્ટાચારનું ગાબડું પડતાં ખેડૂતો પરેશાન થઇ ઊઠ્યા છે. જાેકે આ કેનાલ એક જ જગ્યાએ ત્રીજી વખત કેનાલ તૂટી ગઈ છે. જેથી કરીને નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારી સામે આવી રહી છે કે, જ્યારે કામગીરી કરવામાં આવે છે, ત્યારે માત્ર દેખાવ
પૂરતી હલકી કક્ષાનું મટિરિયલ વાપરીને આ કામગીરી કરવામાં આવે છે. જેથી કરીને વારંવાર કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત જાેવા મળી રહ્યો છે. જેને લઇને સમગ્ર વાવ તાલુકાના ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. એક બાજુ છેવાડાના ખેડૂતોને પાણી નથી મળતું અને બીજી બાજુ જ્યાં પણ કેનાલોમાં પાણી છોડવામાં આવે છે ત્યાં કેનાલો તુટ્યાં વગર રહી નથી. જાેકે ખાસ મુદ્દાની વાત તો એ છે કે જે ઉચ્ચ કક્ષાએથી નર્મદા કેનાલની સાફ-સફાઈ કરવામાં લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ હજુ સુધી કેનાલોની પૂરતા પ્રમાણમાં સફાઈ કરવામાં આવી નથી. જેથી કરીને કેનાલો તૂટવાનો સિલસિલો વધુ જાેવા મળી રહે છે.જેમાં છેલ્લા બાર કલાકમાં ત્રણ કેનાલમાં ગાબડાં પડ્યા હતા. ઇઢાટા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ૨૦ ફૂટનું ગાબડું, ઇઢાટા માઇનોરમાં ૨૦ ફૂટનું ગાબડું અને રાધાનેસડા ડિસ્ટ્રીબ્યુટર સાત ફૂટનું ગાબડું
પડ્યું છે.
જાેકે આ વિસ્તારમાં ખાસ કરીને  જે કૉન્ટ્રાકટર દ્વારા કન્ટ્રકશન દ્વારા કેનાલનું કામ કરવામાં આવ્યું છે.  આ કોન્ટ્રાક્ટર દ્વારા મોટા પ્રમાણમાં કેનાલો બનાવવામાં હલકી કક્ષાનો મટિરિયલ વાપરી ભ્રષ્ટાચાર આચરી દેવામાં આવ્યો છે. જેના કારણે દિનપ્રતિદિન આ કેનાલો ટૂટવાનો સિલસિલો જાેવા મળી રહ્યો છે તેવા
આક્ષેપો સ્થાનિક ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News