અમદાવાદ ઝાડા ઉલ્ટીના ૧૨ દિનમાં ૧૪૧ કેસ થયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-15 11:39:02
  • Views : 329
  • Modified Date : 2019-10-15 11:39:02

સરકાર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવાયા હોવા છતાં શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. સાદા મેલેરિયા, ઝેરી મેલેરિયા, ડેંગ્યુ, ચિકનગુનિયા, ઝાડા ઉલ્ટી, કમળાના કેસો નોંધાયા છે. ઓક્ટોબર ૨૦૧૮ની સરખામણીમાં ૧૨મી ઓક્ટોબર ૨૦૧૯માં હજુ સુધી મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના ઓક્ટોબર મહિનામાં હજુ સુધી ૧૭૪ કેસ નોંધાયા છે જ્યારે ઝેરી મેલેરિયાના ૧૧ અને ડેંગ્યુના ૩૫૯ કેસો સપાટી ઉપર આવ્યા છે જ્યારે ચિકનગુનિયાનો એક કેસ સપાટી પર આવ્યો છે. ઓક્ટોબર મહિનાના પ્રથમ ૧૨ દિવસમાં ઝાડાઉલ્ટીના ૧૪૧ કેસો સપાટી ઉપર આવી ચુક્યા છે. કમળાના ૧૩૧ અને ટાઇફોઇડના ૨૩૧ કેસ નોંધાઈ ચુક્યા છે. ઓક્ટોબર માસના ગાળામાં હજુ સુધી ઝાડા ઉલ્ટીના ૧૪૧ કેસ નોંધાઈ ચુક્યા છે. અલબત્ત કોલેરાના કેસોને રોકવામાં તંત્ર સફળ રહ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને રોકવા માટે મોટાપાયે વિવિધ વિસ્તારોમાં ક્લોરિન ગોળીઓનું વિતરણ કર્યું છે જેમાં ૫૦૫૮ ક્લોરિન ગોળીઓનું વિતરણ ઓક્ટોબર મહિનામાં કરવામાં આવ્યું છે. બેક્ટોરિયોલોજીકલ તપાસ માટે ૬૧૫ પાણીના નમૂના લેવામાં આવ્યા છે. વહીવટી દંડ ફટકારીને પણ અસરકારક કામગીરી જુદા જુદા વિસ્તારમાં હાથ ધરવામાં આવી છે. પાણીના અનફિટ સેમ્પલોની
સંખ્યા તપાસ કરવામાં આવ્યા બાદ ૧૨ નોંધાઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા ઓક્ટોબર સુધીમાં લોહીના હજારોની સંખ્યામાં નમૂનાની તપાસ કરવામાં આવી ચુકી છે. આવી જ રીતે ઓક્ટોબર ૨૦૧૮માં ૮૩૦૦ની સરખામણીમાં ૧૨મી ઓક્ટોબર ૨૦૧૯ સુધીમાં ૨૪૭૧ જેટલા સિરમ સેમ્પલો લઇને તપાસ કરવામાં આવી રહી છે. લોકોને જાગૃત કરવાના પ્રયાસો પણ તંત્ર તરફથી કરવામાં આવી રહ્યા છે. મચ્છરજન્ય વિસ્તારોમાં ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. મેલેરિયા રોગચાળાને રોકવામાં સફળતા મળી છે.

Download Our B K News Today App



Related News