બનાસકાંઠા જિલ્લો ફરી એકવાર ધોરણ 12માં પ્રથમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-15 18:29:40
  • Views : 879
  • Modified Date : 2020-06-15 18:29:40

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક બોર્ડ દ્વારા ચાલુ વર્ષે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ લેવામાં આવી હતી. દરવર્ષે ધોરણ10 અને 12નું પરિણામ શહેરી વિસ્તારમાં ઊંચું જોવા મળતું હતું. પરંતુ આ વર્ષે બનાસકાંઠા જિલ્લો બને વાર પરિણામમાં બાજી મારી ગયું છે ખાસ કરીને આ વર્ષનું સૌથી ઊંચું પરિણામ ગ્રામીણ વિસ્તારમાં આવતા શિક્ષણ વિભાગમાં પણ ખુશી જોવા મળી રહી છે.ત્યારે આ વર્ષે લેવાયેલ પરીક્ષાઓમાં બનાસકાંઠા જિલ્લાએ ફરી એકવાર બારમા ધોરણના પરિણામ  ગુજરાત લેવલે ડંકો વગાડયો છે. દસમા ધોરણની પરીક્ષામાં પણ વાવ તાલુકાનું સપ્રેડા કેન્દ્ર બનાસકાંઠા જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે રહ્યું હતું ત્યારબાદ આજે બારમા ધોરણના પરિણામમાં પણ સૌથી ઉંચું પરિણામ મેળવવામાં બનાસકાંઠાના દિયોદર તાલુકાના સોની કેન્દ્ર એ બાજી મારી છે. સમગ્ર ગુજરાતમાં સોની કેન્દ્ર નું પરિણામ સૌથી ઊંચું આવ્યું છે. સોની કેન્દ્ર નું પરિણામ 97.76 ટકા આવતા સમગ્ર ગુજરાતમાં પ્રથમ રહ્યું છે. એક સમયે બનાસકાંઠા જિલ્લો શિક્ષણમાં પછાત ગણાતો હતો પરંતુ હવે એ છાપને બનાસકાંઠા જિલ્લા શિક્ષણ વિભાગે અને વિદ્યાર્થીઓ ભૂંસી નાખવામાં સફળ રહ્યું છે

Download Our B K News Today App



Related News