11 વર્ષના બાળકની બહાદુરીને સલામ, ડૂબી રહેલી મહિલા-બાળકને બચાવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-10 19:13:06
  • Views : 458
  • Modified Date : 2019-07-10 19:13:06

અસમમાં 11 વર્ષના ઉત્તમ તાતી નામના એક બાળકે સાબિત કરી બતાવ્યું કે, મન મક્કમ હોય તો, કોઈ ઉંમર આડે નથી આવતી. ઉત્તમ તાતીએ બહાદુરીની મિસાલ રજૂ કરતા નદીમાં ડુબી રહેલી એક મહિલા અને બાળકને જીવના જોખમે બચાવ્યા. (મહિલા અને બાળકને બચાવનાર ઉત્તમ તાતીની ઉત્તમ તાતીએ 7 જુલાઈના રોજ એક મહિલા અને તેના બાળકને ત્યારે બચાવ્યા જ્યારે મહિલા પોતાના બાળકને લઈ એક નાની નદી પાર કરી રહી હતી.આ પુરી ઘટના મુદ્દે કલેક્ટર લખ્યા દાસે જણાવ્યું કે, એક મહિલા પોતાના બાળક સાથે એક નાની નદી પાર કરવાની કોશિસ કરી રહી હતી. ત્યારે જ અચાનક નદીનું પાણી વધી ગયું, જેના કારણે મહિલા પોતાના બાળક સાથે પાણીમાં ડુબવા લાગી. દાસે જણાવ્યું કે, મહિલા અને તેના બાળકોને ડૂબતા જોઈ ઉત્તમ નદીમાં કૂદી પડ્યો અને મહિલા અને એક બાળકને જીવના જોખમે બચાવવામાં સફળ રહ્યો. (પોતાના બાળક સાથે મહિલા)તેમણે કહ્યું કે, અમે બાળકને રાષ્ટ્રીય સ્તર પર ઓળખ અપાવવા માટે ડે. કમિશ્નરને વાત કરી છે. (જીલ્લા મેજીસ્ટ્રેટ લખ્યા દાસ)


Download Our B K News Today App



Related News