પટેલ પરિવારની અનોખી પહેલ આકોલીમાં પુત્રના લગ્નમાં ગ્લોબલ વો‹મગથી બચવા ૧૧૦૦ વૃક્ષોનું વિતરણ કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-23 11:11:18
  • Views : 432
  • Modified Date : 2019-06-23 11:11:18

બનાસકાંઠા જિલ્લાના
કાંકરેજ તાલુકાના આકોલી ગામે પટેલ સમાજના અગ્રણી બાબરભાઈ કાળુભાઇ પટેલના પુત્રના લગ્નમાં ૧૧૦૦ વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ગ્લોબલ વો‹મગ સામે રક્ષણ માટે વૃક્ષોનું વાવેતર કરી એક નવી પેઢીને કુદરતી ઉપચાર એવા અનેક પ્રકારના વૃક્ષો વાવી વરસાદ અને વાર્તાવરણમાં બદલાવ લાવવા માટે જીવન જરૂરી વૃક્ષોનું વિતરણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
આવા લગ્નમાં કોઈ ભાગ્યશાળી લોકોને વિચારો આવે છે અને પછી કુદરતી સૌંદર્ય વધારવા તેમજ જીવન ઉપયોગી વૃક્ષો વવીને તેનું જતન કરવું એ માનવ ધર્મ બની ગયો છે. ત્યારે આકોલી ના સ્વ. કાળુભાઈ સામતાભાઈના પુત્ર બાબરભાઈએ પોતાના દીકરાને લગ્નમાં લોકોને વૃક્ષો આપી વાવેતર કરી તેનું જતન કરવાની સલાહ આપી હતી.
આ પ્રસંગે કાંકરેજ ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા, અમિત ચૌધરી, દિયોદર ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા, થરા એ.પી.એમ.સી.ચેરમેન અણદાભાઈ આર.પટેલ, ડાહ્યાભાઈ એન.પિલિયાતર, ચાંગા ડેલિગેટ હરદાસભાઈ
પટેલ, રમેશભાઈ
પ્રજાપતિ-શિહોરી, વેરશીભાઈ બી.પ્રજાપતિ-થરા, થરા શહેર ભાજપ પ્રમુખ ઉમેશભાઈ વી.પ્રજાપતિ, રાયમલભાઈ ડી.ચૌધરી તેમજ અન્ય આગેવાનો ઉદ્યોગકારો તેમજ વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News