ડીસામાં લોકડાઉન દરમિયાન જાહેરનામાનો ભંગ કરનાર ૧૧ સામે ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-07 11:26:11
  • Views : 1182
  • Modified Date : 2020-04-07 11:26:11

કોરોના વાયરસને લઈને સમગ રાજ્યમાં લોકડાઉન
અપાયું છે. આ લોકડાઉનનો અમલ થાય અને લોકો ઘરમાં રહે  તે માટે પોલીસ પણ સક્રિય બની છે તેમ છતાં પણ લોકો અવાર નવાર  લોકડાઉનના આદેશનો ભંગ કરતા હોય છે. જેના પગલે પોલીસ પણ આવા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતી હોય છે. ત્યારે ડીસામાં પણ રવિવારે લોકડાઉનનો ભંગ કરનાર નાસીર બાબુભાઈ અંસારી, વસીમ સમીમ અંસારી, ફકીર એહમદ અંસારી, પરસોત્તમ વિરાજી બારોટ, સતીશ કાંતિભાઈ સોની, ભાણેશ્વર ગોબજી ડોળાઈ, રમેશ કાંતિલાલ મોચી,  રમેશ ભગવાનદાસ પરમાર,  કુરાજી મોતીજી ઠાકોર, સુભાષભાઈ મોહનલાલ ત્રિવેદી, મનુભાઈ વિસાભાઈ પટેલ વિરુદ્ધ કલેકટરના જાહેરનામનો ભંગ બદલ કલમ ૧૮૮ અને ૨૬૯ હેઠળ ગુનો નોંધી પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે.   

Download Our B K News Today App



Related News