દાંતીવાડા તાલુકાના કોટડા ભાખર ગામમાં પશુ દોહવાના મશીનથી કરંટ, ૧૧ પશુઓના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-22 11:13:42
  • Views : 343
  • Modified Date : 2020-12-22 11:13:42

બનાસકાંઠામાં કોટડા ભાખર ગામે સોમવારે
પશુઓના દૂધ દોહવાના મશીનથી કરંટ લાગતા ૧૧
પશુઓના કરુણ મોત થયા છે. બનાવને પગલે બનાસડેરીના અધિકારીઓ, પોલીસ અને યુજીવીસીએલની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી
પહોંચી હતી. જ્યારે વીજ કરંટથી મોત થતાં પશુપાલકને અંદાજે ૧૧ લાખ રૂપિયાનું નુકસાન થયું છે.
બનાસકાંઠા જિલ્લો મોટાભાગે પશુપાલન સાથે સંકળાયેલો જિલ્લો છે. પરંતુ કેટલીક વાર પશુઓ પર વીજળી તેમજ કુદરતી હોનારાતના કારણે મોટી સંખ્યામાં પશુઓના મોત નિપજતા હોય છે. ત્યારે આવો જ વધુ એક બનાવ
દાંતીવાડા તાલુકાના કોટડા ભાખર ગામે સોમવારે વહેલી સવારે પશુઓના દૂધ દોહવાના મશીનથી વીજ કરંટ લાગતા ૧૧ પશુઓના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. કોટડા ભાખર ગામે રહેતા રામસુંગ
પટેલ ગાયનો તબેલો ચલાવે છે. જેઓએ સોમવારે વહેલી સવારે રાબેતા મુજબ ૧૧
પશુઓને દુધ દોહવાનંુ મશીનથી લગાવી સ્વીચ પડતા અચાનક મશીન મારફતે પશુઓને વીજ કરંટ લાગતા પશુઓ તરફડવા લાગ્યા હતા. અને જાેતજાેતામાં આ ૧૧ પશુઓના વીજકરંટના કારણે મોત નીપજ્યા હતા.
પશુપાલકનું માનીએ તો
પશુપાલક છેલ્લા ઘણા સમયથી પોતાના પરિવારનું ગુજરાન આ ગાયો પર ચલાવતો હતો. પરંતુ અચાનક વહેલી સવારે
પશુઓના દૂધ દોહવાના મશીનમાં ખામી સર્જાઈ હતી. જેના કારણે ગાયોને દૂધ દોહવા માટે લગાવેલ મશીનમાં વીજ કરંટ આવ્યો હતો. જેથી આ મશીનની ટેકનિકલ ખામીના કારણે જ ૧૧ પશુઓ મોતને ભેટયા છે. આ ખેડૂતોને પશુઓના મોતથી અંદાજીત ૧૧ લાખ
રૂપિયાનું નુકસાન થયું છે. જ્યારે આ કંપની સામે કાયદાકીય કાર્યવાહી થાય તે માટે પણ
પશુપાલકે માંગ કરી છે.હાલ તો આ પશુપાલકની ૧૧ ગાયોના મોતથી તેની હાલત દયનિય બની છે.

Download Our B K News Today App



Related News