કોર્પોરેશન વિસ્તારમાં નવા ૧૧ ક્લિનિક ખુલશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-20 12:04:02
  • Views : 339
  • Modified Date : 2021-08-20 12:04:02

     ગાંધીનગર કોર્પોરેશન દ્વારા ગાંધીનગરના સ્લમ એરિયામાં દિન દયાળ હેલ્થ ક્લિનિક ખોલવામાં આવશે. ગાંધીનગરના અલગ-અલગ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ૧૧ ક્લિનિક ચાલુ કરવાની મંજૂરી મળી છે આવનારા ૧૫ થી ૨૦ દિવસ માં દિન દયાળ હેલ્થ ક્લીનીક શરૂ થઈ જશે. જેનાથી ગાંધીનગરમાં રહેતા ગરીબ પરિવારોને વિનામૂલ્યે ચેકઅપ કરી આપવામાં આવશે. જે અંતર્ગત કોર્પોરેશનના કોન્ફરન્સ હોલમાં એમ.બી.બી.એસ. અને આયુર્વેદિક કરેલા વિદ્યાર્થીઓના ઈન્ટરવ્યૂ પણ લેવામાં આવ્યા હતા. ક્લિનિક ૫ થી ૯ વાગ્યા સુધી ચાલુ રહેશે. આ દિન દયાળ હેલ્થ ક્લિનિક સાંજે ૫  થી રાત્રે ૯ વાગ્યા સુધી ચાલુ રહેશે. આમ માત્ર દિવસ દરમિયાન ચાર કલાક જ આ ક્લિનિક ઉપર ડોક્ટર હાજર રહેશે અને તેને સંલગ્ન દર્દીઓએ આ સમયગાળા દરમિયાન તપાસ કરાવી લેવી પડશે.અહીંયા ખુલશે ક્લિનિક ગાંધીનગરમાં કુલ ૧૧ કિમી કોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ગાંધીનગર કોર્પોરેશનના વિસ્તારમાં આવતા ઇન્દ્રોડા, આદીવાડા, બોરીજ, રાંધેજા, કોલવડા, સરગાસણ ગામ, સેકટર ૧૩ ના છાપરા, ભાટગામ, ધોળાકુવા અને ખોરજ ખાતે દિન દયાળ હેલ્થ ક્લિનિકની શરૂઆત ગણતરીના દિવસોમાં કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News