ગાંધીનગર જિલ્લામાં વધુ બે કેસ સાથે ૧૧ કોરોના પોઝીટીવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-01 11:58:38
  • Views : 435
  • Modified Date : 2020-04-01 11:58:38

ગાંધીનગર જિલ્લામાં કોરોના વાયરસના વધુ બે
પોઝીટીવ કેસ માળતા કુલ ૧૧ કેસ થઈ ગયા છે. જેમાં ગાંધીનગર તાલુકાના ખોરજ ગામની હેવન સોસાયટી, વૈષ્ણોદેવી સર્કલ ખાતે બે
પોઝીટીવ કોરોના વાયરસના કેસ હોવાની પ્રાથમિક માહિતીના આધારે સમગ્ર સોસાયટીમા જંતુનાશક દવાનો છંટકાવ કરી સેનિટાઇઝેશન કરવામાં આવ્યું હતું.
આ અંગે તાલુકા વિકાસ અધિકારી જી.એ.ધાંધલીયાએ જણાવ્યું છે કે, આ સોસાટીમાં બે પોઝીટીવ કોરોના વાયરસના કેસ હોવાનું પ્રાથમિક તબક્કે માલૂમ પડયું હતું. જેમાં ખોરજના સરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા સ્થળની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. સમગ્ર સોસાયટીમા જંતુનાશક દવાનો છંટકાવ કરી સેનિટાઇઝેશન કરવામાં આવ્યું હતું
સોસાયટીમાં લોકોની ભીડ એકઠી ન થાય અને ચુસ્તપણે લોકડાઉનનું પાલન થાય તે અંગે સોસાયટીના પ્રમુખ અને સેક્રેટરીને કડક સૂચના આપવામાં આવી હતી. બહાર જતા લોકો માટે સીસીટીવી કેમેરાથી પણ નજર રાખવામાં આવશે અને રજીસ્ટરમાં પણ તેની નોંધ કરવામાં આવશે.  અડાલજ
પોલીસ સ્ટેશન જાણ કરી
પોલીસ ઇન્સ્પેક્ટર અડાલજને આ સોસાયટીમાં ચુસ્તપણે લોકડાઉન અમલી બને તે અંગે જણાવવામાં આવ્યું હતું. સોસાયટીના લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જેવી કે અનાજ કરિયાણું દૂધ શાકભાજી સોસાયટીમાં જ મળી રહે તે માટે ગ્રામ પંચાયત દ્વારા જરૂરી આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સોસાયટીમાં લોકો હોમ ક્વોરોન્ટાઈન  રહે અને  તે માટે સરકાર દ્વારા  જાહેર કરવામાં આવેલ તમામ એડવાઇઝરીની જાણકારી સોસાયટીના લોકોને આપવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News