દેશમાં રોજ 109 રેપ થાય છે, જાણો શરમથી માથુ ઝુકાવી દે તેવા આંકડા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-03 17:43:02
  • Views : 443
  • Modified Date : 2019-12-03 17:43:02

હૈદ્રાબાદમાં મહિલા ડોક્ટર સાથે ગેંગરેપ કરીને તેને જીવતી સળગાવી દેવાની ઘટના બાદ આખા દેશમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે.

આ જ પ્રકારનો ગુસ્સો દેશમાં દિલ્હીમાં થયેલા નિર્ભયા કાંડ વખતે પણ જોવા મળ્યો હતો. જોકે એ પછી પણ સ્થિતિમાં કોઈ ફેર પડ્યો નથી. ભારતમાં થતા રેપના આંકડા આપણુ માથુ શરમથી ઝુકાવી દે તેવા ચોંકાવનારા છે.રેપ માટે ફાંસીની જોગવાઈ તો છે જ પણ તેનાથી પણ રેપની ઘટનાઓ અટકી રહી નથી. 14 ઓગષ્ટ,2004ના રોજ કોલકાતામાં ધનંજય ચેટર્જી નામના આરોપીને સગીર વયની કિશોરી પર રેપ કરીને ફાંસી આપવામાં આવી હતી.જોકે એ પછી રેપની ઘઠનાઓ અટકી નથી તો બીજી તરફ 15 વર્ષમાં બીજા કોઈ બળાત્કારની ફાંસી થઈ પણ નથી. નિર્ભયા રેપ કાંડમાં પણ કોર્ટે સાત મહિનામાં ફાંસીનો ચુકાદો આપી દીધા બાદ હજી સુધી સજાનો અમલ થયો નથી. આ સમયગાળામાં દેશમાં રેપની 4 લાખ ઘટનાઓ નોંધાઈ છે.દેશમાં  રોજ 109 રેપના કેસ નોંધાય છે.છેલ્લા 10 વર્ષમાં રેપના 79 લાખ કેસ નોંધાયા છે.દર 40000 કેસમાંથી 10000 કેસ સગીરાઓ પરના કે બાળકીઓ પરના હોય છેદર વર્ષે 2000 કેસમાં ગેંગરેપ થયા હોય છેમાત્ર 25 ટકા કેસમાં જ રેપ કરનારાને ફાંસીની સજા થાય છે.71 ટકા કેસ તો નોંધાતા જ નથીદેશની સંસદમાં 51 સાંસદો એવા બેઠા છે જેમની સામે મહિલાઓ સામેના કોઈને કોઈ અપરાધ છે.ચાર સામે તો રેપના જ કેસ ચાલી રહ્યા છે.દેશની હાઈકોર્ટોમાં તીસ લાખથી વધારે પેન્ડિંગ કેસમાં દોઢ લાખથી વધારે કેસ તો રેપના જ છે.સાઉદી અરેબિયામાં રેપના આરોપીનુ માથુ કાપી નંખાય છે અને તેનો પ્રાઈવેટ પાર્ટ પણ કાપી નાંખવામાં આવે છેઅમેરિકામાં ઝેરીલા ઈન્જેક્શનથી મોતની સજા અપાય છેયુએઈમાં રેપ કરનારને એક સપ્તાહમાં ફાંસી અપાય છેચીનમાં ડીએનએ મેચ થતા જ ફાંસી પર લટકાવી દેવાય છેઈન્ડોનેશિયામાં રેપિસ્ટનો પ્રાઈવેટ પાર્ટ કાપીને તેના શરીરમાં મહિલાઓના હોર્મોન્સ નાંખી દેવાય છેઉત્તર કોરીયામાં આરોપ સાબિત થયા બાદ માથામાં ગોળી મારી દેવાય છેજર્મનીમાં ગેસ ચેમ્બરમાં ગૂંગળાવીને મોતની સજા અપાય છે.

Download Our B K News Today App



Related News