૧૦૮ ના પાયલટની પ્રમાણિકતાની માનવતા મહેંકી ઉઠી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-25 11:21:16
  • Views : 494
  • Modified Date : 2019-05-25 11:21:16

આજના સમયમાં  અમુક  વ્યક્તિઓ વગર મહેનતે રૂપિયા કમાવવા માટે ચોરીઓ લૂંટ કે  નવાનવા કિમીયા અજમાવતા હોય છે. પરંતુ ચિત્રાસણીના ૧૦૮ ઈ .એમ .ટી મોહસીનખાન ચૌહાન અને વડગામના રહેવાસી ૧૦૮ના પાયલોટ મહેન્દ્રભાઇએ એક પ્રમાણિક ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.વાતા જાણે એમ હતી કે ગત સવારના અમીરગઢ  તાલુકાના ધનપુરા હાઈવે પર એક બાઈક સ્લિપ થતા બાઈક ચાલકને ગંભીર ઇજાઓ થતા બેભાન અવસ્થામાં  ૧૦૮ ને જાણ કરવામા આવેલ હતી. ત્યારે ચિત્રાસણીના ૧૦૮ ના પાયલોટ મહેન્દ્રભાઇ તથા ઈ .એમ .ટી મોહસીનભાઇ ચૌહાણએ ઘટનાસ્થળ પર આવી બાઈક ચાલકને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે બેભાન અવસ્થામાં પાલનપુર સિવિલ હોસ્પિટલ લઇ ગયેલ હતા. ૧૦૮ ના મોહસીન ભાઇ દ્વારા ઘાયલના ઘરે સંપર્ક કરવા માટે ઘાયલના ખિસ્સા ચેક કરતા ખિસ્સામાંથી  રૂ.૧૨૬૦૭ રોકડા .એક મોબાઈલ ફોન , એક બેગ, ત્રણ લાયસન્સ, પાન કાર્ડ મળી આવ્યું હતું. ત્યારે ઘાયલ વ્યક્તિનું નામ ભાવિકસિંહ જાડેજા રહેવાસી અમદાવાદ માલૂમ પડ્યું હતું  જ્યારે ઘાયલ વ્યક્તિને પાલનપુર સિવિલમાં લઇ ગયેલ ૧૦૮ ના પાયલોટ મહેન્દ્રભાઇ તથા ઈ .એમ .ટી  મોહસીનભાઇ ચૌહાણએ સિવિલ સ્ટાફને ઘાયલ વ્યક્તિ પાસે રહેલ મોબાઈલ અને  ૧૨૬૦૭ રૂપિયા રોકડા તથા તેમના ડોક્યુમેન્ટ પરત કરીને એક પ્રમાણિક ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. 


Download Our B K News Today App



Related News