108 એ ટોલ ફ્રી ઈમરજન્સી સેવાએ જીવ બચાવ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-29 09:15:26
  • Views : 96
  • Modified Date : 2023-12-29 09:15:26

ગારખડી 108 ની સરાહાનીય કામગીરી સામે આવી છે. એમ્યુલન્સની ટીમે સગર્ભાને પ્રસુતિની પીડા ઉપડ્યા બાદ તેણીની તબિયત લથડતાં એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવી માતા અને બાળક બંનેનો જીવ બચાવ્યો હતો.વાયદુન ગામે રાત્રિના 4:34 કલાકે શીલાબેન જયેશભાઈ ગામીતને પ્રસુતિનો દુખાવો ઉપડતા તેમના પતિ જયેશભાઈ ગામીતે 108 માં કોલ કરી મદદ માંગી હતી. ગારખડી લોકેશનને કોલ મળતા જ 108 એમ્બ્યુલન્સના સ્ટાફમાં ઇએમટી સંદીપ પવાર અને પાયલોટ રોહિત ચૌધરી વાયધુન ગામમાં પહોંચ્યા હતા.અહીં શીલાબેન જયેશભાઈ ગામીતને એમ્બ્યુલન્સમાં લઈ તપાસ કરાઈ હતી. મહિલાને વધુ સારવાર અને પ્રસુતિ અર્થે જનરલ સિવિલ હોસ્પિટલ આહવા ખાતે લઈ જવા નક્કી કરાયું હતું. 108 મહિલાને લઈ જઈ રહી હતી તે દરમિયાન મહાલપાડા ગામ નજીક આશરે સવારે 6: 05 કલાકે તેણીની તબિયત ખરાબ જણાતા એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવવાની ફરજ પડે તેવા સંજોગો સર્જાયા હતા.108 ની ટીમે સફળતાપૂર્વક મહિલાની ડિલિવરી કરાવી હતી ઇએમટી સંદીપ પવાર અને પાયલોટ રોહિત ચૌધરીએ સમય સૂચકતા દાખવી એમ્બ્યુલન્સ રોડની સાઈડ પર ઉભી રાખી સફળતાપૂર્વક એમ્બ્યુલન્સમાં ડીલેવરી કરાવી હતી .પ્રસુતા માતાને જનરલ સિવિલ હોસ્પિટલ આહવા ખસાડ્યા હતા અને 108 ના સ્ટાફે અમદાવાદ હેડ ઓફિસના ડોક્ટર કૃષ્ણના માર્ગદર્શન હેઠળ દર્દીને જરૂરી ઇન્જેક્શન અને અન્ય સારવાર આપી માતા તથા બાળકને વધુ સારવાર માટે જનરલ સિવિલ હોસ્પિટલ આહવા દાખલ કર્યા હતા.દર્દીના પરિવાર એ 108 ના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો અને 108 ના ઇએમઇ વિજય ગામીત સાહેબ અને પીએમ કમલેશ પઢીયાર સાહેબ 108 ની ટીમને પ્રોત્સાહિત કર્યો હતો.108 નંબર પર કૉલ કરીને દર્દીઓ અને અકસ્માત પીડિતને શક્ય તેટલી વહેલી તકે હોસ્પિટલ પહોંચાડી શકાય છે. 108 નંબર પર કૉલ કરવા પર કૉલ સીધો સેન્ટર મોકલવામાં આવે છે જ્યાં આ સેવાનો રાજ્ય નિયંત્રણ કક્ષ સ્થિત છે. અહીંથી સૂચનાઓ સીધી આ સેવાનો હવાલો સંભાળનાર વ્યક્તિને આવે છે.108 નંબર પર કૉલ કરવાથી ઝડપી સંદેશાવ્યવહાર અને પ્રતિભાવની સક્રિયતા સુનિશ્ચિત થાય છે. આમાં કટોકટીની સ્થિતિનું મૂલ્યાંકન અને એમ્બ્યુલન્સ મોકલવાનો સમાવેશ થાય છે.108 એક મફત કટોકટી સેવા છે જે સંકલિત તબીબી, પોલીસ અને ફાયર કટોકટી સેવાઓ પૂરી પાડે છે.

Download Our B K News Today App



Related News