ગર્ભવતી મહિલાને લઇને જતી 108 નાળામાં ખાબકી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-30 15:18:01
  • Views : 95
  • Modified Date : 2023-06-30 15:18:01

ગુજરાતમાં ચોમાસાના આરંભે જ વરસાદે ધબધબાટી બોલાવી છે. જામનગરમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જામનગરમાં કાલાવડ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે. નવાગામ, ઉમરાળા, હકુમતી સરવાણીયામાં વરસાદી માહોલ બે દિવસથી જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે જાહેર માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે. જો કે વરસાદ વચ્ચે ગઇકાલે એક ગર્ભવતી મહિલાને લઇને જઇ રહેલી 108 એમ્બ્યુલન્સ નાળામાં ખાબકી હતી. આ એમ્બ્યુલન્સ કાલાવડ તાલુકાના અમરાપરાથી જામનગર જતી હતી. જે પછી ફાયર વિભાગે સ્થળ પર પહોંચીને રેસ્ક્યૂ હાથ ધર્યુ હતુ.

Download Our B K News Today App



Related News