થરાદના રામપુરા ગામે ૧૦૬ વર્ષના માજીએ મતદાન કર્યુ......

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-24 06:20:34
  • Views : 512
  • Modified Date : 2019-04-24 06:20:34

દેશના સૌથી મોટા લોકશાહીના પર્વ સમાન એવા મતદાન કરવા  સવારથી યુવાનોથી લઈને વૃધ્ધો સુધી પોતાની નૈતિક ફરજ સમજીને મતદાન કર્યુ અને પોતાની ફરજ વ્યક્ત કરી હતી. ત્યારે  થરાદ તાલુકાના રામપુરા ગામે પટેલ નાવીબેન વિરદાસભાઇ જેઓ ૧૦૬ વર્ણના છે. તેઓ કુટુંબમાં  તેમના દિકરાના દિકરા સાથે રહે છે. તેમના પોતરા તેમને ગાડીમાં લઈને મતદાન મથક લઈને આવ્યા હતા અને વોટ કરીને તેમની ફરજ પુરી કરી હતી. તેમના કુટુંબજનો તેમજ માજી  દ્વારા જણાવ્યું હતું કે છેલ્લાં ૮૫ વરસથી મતદાન કરું છું. સાથે-સાથે એ પણ જણાવ્યું હતું કે  હવે આંખે થોડું દેખાય છે પણ પોતાની ફરજમાં આવતું મતદાન કરવાનું ભૂલતા નથી.           

Download Our B K News Today App



Related News