ડીસાની ટેટોડા ગૌશાળામાં શ્વેતક્રાંતિના પ્રણેતા ડૉ.વર્ગીસ કુરિયનની 100મી જન્મ જયંતિની ઉજવણી કરાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-27 12:44:15
  • Views : 204
  • Modified Date : 2021-11-27 12:44:15

બનાસ ડેરી દ્વારા શ્વેત ક્રાંતિના પ્રણેતા ડો વર્ગીસ કુરિયન ની 100 મી જન્મ જયંતિ નિમિત્તે ડીસાની ટેટોડા ગૌશાળા ખાતે રકતદાન તેમજ પશુ સારવાર કેમ્પ યોજાયો હતો. જેમાં 101  બોટલ રકત એકત્ર કરવામાં આવ્યું હતું.

બનાસકાંઠા જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી પાલનપુર (બનાસ ડેરી) દ્વારા શ્વેત ક્રાંતિના પ્રણેતા ડો વર્ગીસ કુરિયન ની 100 મી જન્મ જયંતિ ની ઉજવણી ટેટોડા ગૌશાળા ના પ.પૂ.મહંત શ્રી રામરતનજી મહારાજ, બનાસ ડેરીના મેનેજીંગ ડીરેક્ટર સંગ્રામભાઈ ચૌધરી, સિનિયર  જનરલ મેનેજર ડૉ. વિરેનભાઈ દોશી, જનરલ મેનેજર ડૉ.  પ્રફુલભાઈ ભાણવાડીયા, ડૉ. જવાહરભાઈ ચાવડા તેમજ બનાસ ડેરીના ડીએચ અને એમપી વિભાગના અધિકારીઓ ની ઉપસ્થિતિમાં રકતદાન શિબિર, નિશુલ્ક પશુ સારવાર કેમ્પ, ખરવા - મોવાસા રસીકરણ અને સામુહિક કૃમિ નિવારણ કેમ્પ ડીસાની ટેટોડા ગૌશાળા ખાતે યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટય અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. રકતદાન કેમ્પ માં 101 થી વધુ બોટલ રકત એકત્ર કરવામાં આવ્યું હતું. રકતદાન કેમ્પ ને સફળ બનાવવા માટે બનાસ ડેરી દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.

 

પાંચ વર્ષ અગાઉ બનાસકાંઠા જીલ્લામાં સવા લાખ દેશી ગાય હતી. જેની સામે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી એ પાંચ વર્ષ માં ત્રણ લાખ દેશી ગાય સુધી પહોંચ્યા છે. જયારે આગામી પાંચ વર્ષ માં બનાસકાંઠા જીલ્લામાં 10 લાખ દેશી ગાયો ઉછેરવાનો લક્ષ્યાંક છે તેમ બનાસ ડેરીના સિનિયર જનરલ મેનેજર ડૉ. વિરેનભાઈ દોશી એ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News