ડીસાના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ સંતોષી માતાના મંદિર નજીક પાણીની પાઈપલાઈન તૂટતા ૧૦૦ વેપારીઓ મુશ્કેલીમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-06 11:28:23
  • Views : 295
  • Modified Date : 2021-02-06 11:28:23

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આવેલ જુના બસ સ્ટેન્ડ નજીક રોડના કામકાજ દરમિયાન કોન્ટ્રાક્ટરની
બેદરકારીથી પાણીની પાઇપલાઇન તૂટી જતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. તેમજ પાઇપલાઇન  તૂટતા દુકાનદારો અને કંટાળી ગયેલા સ્થાનિક રહીશોએ શુક્રવાર સવારે હંગામો મચાવતા કોન્ટ્રાક્ટર સાથે ઘર્ષણ સર્જાયું હતું.
ડીસાના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ સંતોષી માતાના મંદિર ની સામે છેલ્લા અઠવાડિયાથી ભૂગર્ભ ગટરનું કામ કાજ ચાલી રહ્યું છે. જેમાં કોન્ટ્રાક્ટ દ્વારા રોડનું ખોદકામ કરી રહ્યા હતા ત્યારે શુક્રવારે
પાણીની પાઇપ લાઈન તૂટી જતા ખાડામાં પાણીનો ભરાવો થતા માટી પોલાણ થતા દુકાનો પાયામાંથી ધરાશાઈ થવાની દુકાનદારોમાં ભીતિ સેવાઇ રહી છે.
નગરપાલિકામાં બે દિવસથી રજૂઆત કરવા છતાં હજુ સુધી
પાણીની લાઈનનું રિપેરીગ કરવામાં ના આવતાં  સ્થાનિક લોકોમાં રોષ જાેવામાં મળ્યો હતો. તેમજ કોન્ટ્રાક્ટને રીપેરીંગ કામ કરવા માટે કહેતા કોન્ટ્રાક્ટર સ્થાનિક લોકોને તેમજ દુકાનદારોનું ન સાંભળતા કોન્ટ્રાક્ટર તેમજ દુકાનદાર વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

Download Our B K News Today App



Related News