વિરમગામના મહાલક્ષ્મી પોળ યુવક મંડળ દ્વારા રાષ્ટ્રહિતમાં ૧૦૦ ટકા મતદાન માટે પ્રતિજ્ઞા લેવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-21 05:52:28
  • Views : 457
  • Modified Date : 2019-04-21 05:52:28

વિવિધ સરકારી વિભાગો દ્વારા લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે અને મતદારોને મતદાન કરવા માટે સંકલ્પ લેવડાવવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં આવેલ મહાલક્ષ્મી પોળ યુવક મંડળ દ્વારા હનુમાન જયંતિએ અનોખી પહેલ કરવામાં આવી હતી. વિરમગામના મહાલક્ષ્મી પોળ યુવક મંડળ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીમાં રાષ્ટ્રહિતમાં ૧૦૦ ટકા મતદાન કરવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. મહાલક્ષ્મી પોળના યુવાનોએ એક અવાજમાં કહ્યુ હતુ કે, અમારી પોળના તમામ મતદારો લોકસભાની ચૂંટણીમાં અવશ્ય મતદાન કરશે.
મહાલક્ષ્મી પોળમાં રહેતા યજ્ઞેશ દલવાડીએ જણાવ્યું હતું કે, હનુમાન જયંતિના દિવસે મહાલક્ષ્મી પોળના યુવક મંડળના સભ્યો અને પોળના રહીશો દ્વારા લોકસભાની ચૂંટણીમાં ૧૦૦ ટકા મતદાન કરવા માટે પ્રતિજ્ઞા લીધી હતી. અમે પોળના લોકો વિરમગામ સહિત દેશભરના તમામ મતદારોને અપીલ કરી રહ્યા છીએ કે તમે સાચો અને સારો ઉમેદવાર પસંદ કરજા, જેથી દેશનું ભલુ થઇ શકે.

Download Our B K News Today App



Related News