બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીનો સપાટો...100 આરોગ્ય કર્મચારીની કરી બદલી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-16 17:27:07
  • Views : 1381
  • Modified Date : 2020-06-16 17:27:07

એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે બીજી તરફ બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અચાનક જો કર્મચારીઓની બદલી કરી દેવાતા આરોગ્ય વિભાગમાં સનસનાટી મચી જવા પામી છે જેમાં 38 એફ એસ ડબલ્યુ , 32 એમ.પી.એચ.ડબલ્યુ ,12 એમ પી એચ એસ , 8 એફ એચ એસ , 7 લેબ ટેક  અને 3 ફાર્મસિસ્ટ ની બદલી કરવામાં આવી છે જિલ્લા આરોગ્ય અધિકારી ના જણાવ્યા અનુસાર વહીવટી સરળતા ખાતર કર્મચારીઓની બદલી કરવામાં આવી છે, જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અચાનક 100 જેટલી બદલી થતાં આરોગ્ય વિભાગમાં પણ અનેક તર્ક-વિતર્ક જોવા મળ્યા છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનીષ ફેન્સી એ અગાઉ પણ અને બેજવાબદાર અને ફરજ પર બેદરકારી દાખવનાર અનેક મેડીકલ ઓફિસરો અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરી હતી ત્યાર બાદ ફરી એકવાર કોરોના ની કામગીરી વચ્ચે ૧૦૦ જેટલા કર્મચારીઓની બદલી કરી સપાટો બોલાવતા બેદરકાર કર્મચારીઓમાં ફફડાટ 

Download Our B K News Today App



Related News