હોળી પર્વને લઈ અમદાવાદથી 100 અને સુરતથી 200 વધારાની બસ દોડાવાશે, મહારાષ્ટ્રથી આવતી બસના મુસાફરોનો કોરોના ટેસ્ટ ફરજિયાત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-23 14:57:59
  • Views : 305
  • Modified Date : 2021-03-23 14:57:59

    રાજ્યમાં દર વર્ષે લોકો હોળી પર્વની ઉજવણી માટે લોકો બે દિવસ અગાઉ જ પોતાના વતનમાં જતા હોય છે. જો કે આ વખતે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે કેટલાક પ્રતિબંધો મુક્યાં છે. આ પર્વની ધ્યાનમાં રાખીને ગુજરાત એસટી નિગમે હોળી પર્વને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને સુરત ડિવિઝનમાં વધારાની બસો દોડાવાનો નિર્ણય લીધો છે. જેમાં 25,26 અને 27 તારીખે અમદાવાદથી રોજ 100 બસ અને સુરત માંથી 200 વધારાની બસ દોડવામાં આવશે.

    લોકોની ભીડ એકઠી ના થાય તે માટે અને લોકો પર્વમાં તેમના વતન જઇ શકે તે માટે આ બસો વધારવામાં આવી છે. કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય તે માટે પણ બંને ડિવિઝનના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. બીજી તરફ મહારાષ્ટ્ર માંથી લોકો દર વર્ષે હોળીના તહેવારમાં ગુજરાતમાં આવતા હોય છે પરંતુ અત્યારે મહારાષ્ટ્રમાં કોરોના ના કેસ વધવાના કારણે કેટલાક વિસ્તારમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. છતાંય તેઓ ગુજરાત આવી શકે તે માટે બસ ની સેવા ચાલુ રાખવામાં આવી છે.મહારાષ્ટ્રથી આવનાર તમામ લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવશે. જેમાં નિર્જર, ઉછલ અને સોનગઢ આ ત્રણ જગ્યાએ મહારાષ્ટ્રથી આવતા મુસાફરોનો કોરોના ટેસ્ટ થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.જોકે મહારાષ્ટ્રથી આવતા લોકોની સખ્યાં ઓછી હોવાથી કેટલીક ટ્રીપ રદ કરી છે.

    કોરોનાનો ભય હવે સમગ્ર સુરત શહેરમાં ફેલાઈ ગયો છે જે રીતે રાજ્ય સરકાર અને કોર્પોરેશન દ્વારા રોજ નવા-નવા પ્રતિબંધો જાહેર કરવામાં આવી રહ્યા છે તેને લઈને સ્વાભાવિક રીતે જ લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે.

    સુરતમાં રોજના વધતા કોરોના કેસના કારણે લોકોમાં લોકડાઉનનો ડર સતાવી રહ્યો છે. જેને પગલે મોટાપાયે સુરત શહેરથી હિજરત થવાનું શરૂ થઇ ગયું છે. પરપ્રાંતિયો તેમના પરિવારના સભ્યો સાથે ધરવખરી લઈને યુપી-બિહાર તરફ જવાનું ધીરે-ધીરે શરૂ કર્યું છે. જેને પગલે સ્થાનિક કોર્પોરેટરો દ્વારા પણ હિજરત કરતા લોકોને રોકવાનો અને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


Download Our B K News Today App



Related News