વડોદરાના ન્યુ અલકાપુરી વિસ્તારમાં બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા 10 નબીરા ઝડપાયા, પાર્ટીમાં 13 યુવતીઓ પણ હાજર હતી, વિદેશી દારૂની 5 બોટલ- 4 લક્ઝુરીયસ કાર જપ્ત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-07 16:45:26
  • Views : 266
  • Modified Date : 2021-03-07 16:45:26

    વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા ન્યૂ અલકાપુરીમાં આવેલી નેપ્ચ્યુન ગ્રીનવુડ્સ બંગલોઝમાંથી બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા 10 જેટલા યુવકોને લક્ષ્મીપુરા પોલીસે ઝડપી પાડ્યા છે. આ પાર્ટીમાં 13 યુવતીઓ પણ હાજર હતી. પોલીસે યુવતીઓના બ્લડ સેમ્પલ લઇને તપાસ શરૂ કરી છે. યુવતીઓના રિપોર્ટ આવ્યા બાદ પોલીસ તેમની સામે કાર્યવાહી કરશે. પોલીસે વિદેશી દારૂની 5 બોટલ અને 4 લક્ઝુરીયસ કાર પણ જપ્ત કરી છે અને આ મામલે 10 યુવકો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. નેપ્ચ્યુન ગ્રીનવુડ બંગલોઝમાં રાજ હિતેશભાઇ ચગ(પંજાબી)ની બર્થ ડે પાર્ટી હોવાનું જાણવા મળ્યું છે.


    વડોદરા શહેરની લક્ષ્મીપુરા પોલીસ બાતમીને આધારે ગોત્રી ચેકપોસ્ટ પાસે આવેલા નેપ્ચ્યુન ગ્રીનવુડ્સ બંગલોઝના મકાન નં-5માં રેડ પાડી હતી. જ્યાં દારૂની મહેફિલ માણી રહેલા 10 યુવક ઝડપાયા હતા. આ પાર્ટીમાં હાજર 13 યુવતીઓ મળી આવી હતી. પોલીસને મકાનમાંથી વિદેશી દારૂની 5 બોટલો મળી આવી હતી. જેમાંથી એક બોટલ આખી ભરેલી હતી. જ્યારે એક બોટલ અડધી ભરેલી હતી અને 3 બોટલ ખાલી હતી. આ ઉપરાંત કોલ્ડ્રિંક્સ, 10 મોબાઇલ અને 4 લક્ઝુરીયસ કાર મળીને કુલ 27 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને પોલીસે પકડાયેલા યુવક-યુવતીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.

    બી ડીવીઝનના એસીપી બકુલ ચૌધરીએ જણાવ્યું હતું કે, 13 યુવતીઓ સહિત 23 લોકો કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે. જે પૈકી 10 યુવકોએ દારૂનું સેવન કર્યું હોવાથી તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જ્યારે અન્ય 13 યુવતીઓના બ્લડ સેમ્પલ લઇ તપા માટે મોકલી આપવામાં આવ્યા છે. જો તેમાં યુવતીઓએ પણ આલ્કોહોલનું સેવન કર્યા અંગેનું જણાશે તો તેમની સામે પણ કાર્યવાહી થશે.

લક્ષ્મીપુરા પોલીસે નેપ્ચ્યુન ગ્રીનવુડમાં રેડ કરી ત્યારે નબીરાઓ ટેબલ પર બેસીને દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને નશામાં ચૂર હતા. પોલીસે યુવક અને યુવતીઓના બ્લડ સેમ્પલ લીધા છે અને તપાસ માટે મોકલ્યા છે. પોલીસે હાલ યુવકો સામે ફરિયાદ નોંધી છે અને રિપોર્ટ આવ્યા બાદ યુવતીઓ સામે પણ ગુનો નોંધાશે.

  • 1.રાજ હિતેશભાઇ ચગ(પંજાબી), (રહે, 5, નેપ્ચ્યુન ગ્રીનવુડ, ન્યુ અલકાપુરી, ગોત્રી, વડોદરા)
  • 2.શાલિન વિશાલભાઇ શર્મા, (રહે, ડી-501, સ્પ્રીંગ રીટ્રીટ, વાસણા-ભાયલી રોડ, વડોદરા )
  • 3.માલવેગ કેતનભાઇ પ્રજાપતિ (રહે, 201,202, વ્રજનંદન ફ્લેટ, ગોત્રી, વડોદરા)
  • 4.વાત્સલ્ય પંકજભાઇ શાહ (રહે, અંતરીક્ષ એલીગંજ, વાસણા રોડ, વડોદરા)
  • 5.રોહિત વિષ્ણુભાઇ પટેલ (રહે, 20, ભવાનીપુરા સોસાયટી, નિઝામપુરા, વડોદરા)
  • 6.ધ્રુવિલ કેતનભાઇ પરમાર (રહે, એ-102, સાંકેત એપાર્ટમેન્ટ, ઓલ્ડ પાદરા રોડ, વડોદરા )
  • 7.આદિત્યસિંહ સુરેન્દ્રસિંહ પરમાર (રહે, 11, નિર્મલનગર સોસાયટી, અકોટા, વડોદરા)
  • 8.વ્રજ સચિનભાઇ શેઠ (રહે, 41, શ્રીનગર સોસાયટી, અકોટા, વડોદરા)
  • 9.મારુક સાદ્દીકઅલી પાદરી, (રહે, 3/4, આંગન બંગ્લોઝ, તાંદલજા, વડોદરા)
  • 10.વરૂણ ગૌતમભાઇ અમીન (રહે, 53, સેવાશ્રમ સોસાયટી, વાસણા રોડ, વડોદરા)

Download Our B K News Today App



Related News